રિપોર્ટ@ગુજરાત: ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યાનો મામલો, જાણો સમગ્ર બનાવ

કારેલીબાગ પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઇ, પીએસઆઇ સહિત 10 પોલીસ કર્મીને સસ્પેન્ડ કર્યા છે.
 
રિપોર્ટ@ગુજરાત: ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યાનો મામલો, જાણો સમગ્ર બનાવ 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં મર્ડરના ગુનાઓ ખુબજ વધી ગયા છે. લોકો સામન્ય બાબતે એકબીજાને જાનથી મારી નાખે છે. સયાજી હોસ્પિટલના પટાંગણમાં 18મી તારીખે રાત્રિના સમયે ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની પોલીસની હાજરીમાં જ હત્યા નિપજાવી દેવામાં આવી હતી.

વડોદરા પોલીસે તપન પરમારની હત્યા નિપજાવનાર બાબર પઠાણ અને તેના સાગરિતોને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ હવે આ મામલામાં બેદરકારી દાખવનારા પોલીસ અધિકારી કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.

કારેલીબાગ પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઇ, પીએસઆઇ સહિત 10 પોલીસ કર્મીને સસ્પેન્ડ કર્યા છે. જેને પગલે વડોદરા પોલીસબેડામાં હડકંપ મચી ગયો છે. અગાઉ પણ પોલીસ કમિશનરે બે પોલીસકર્મીને સસ્પેન્ડ કર્યા હતા.