રિપોર્ટ@ગુજરાત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે
હવાઈ નિરિક્ષણ કરશે
Aug 29, 2024, 15:00 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
લાંબા સમય વિરામ લીધા બાદ રાજ્યમાં મેઘરાજાનું તાંડવ જોવા મળી રહ્યું છે. કેટલીક જગ્યાએ પૂરની સ્થિતિ સર્જાઈ છે. ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી મેઘરાજાએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ભારે વરસાદ અને પૂરના કારણે સૌરાષ્ટ્ર કચ્છના મોટાભાગના જિલ્લાઓ પ્રભાવિત થયા છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી બે દિવસ પણ હજી ભારે વરસાદની આગાહી છે. આ પૂરને કારણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેશે. ખંભાળિયા વિસ્તારમાં મુખ્યમંત્રી રૂબરૂ જઈ પરિસ્થિતિનો તાગ મેળવશે. જામનગર ખાતેથી હવાઇ માર્ગે ખંભાળિયા જશે. હવાઈ મુસાફરી દરમિયાન હવાઇ નિરિક્ષણ પણ કરશે.