રિપોર્ટ@ગુજરાત: આજથી ગુજરાતમાં કોંગ્રેસની ન્યાય યાત્રા શરૂ થશે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજથી ગુજરાતમાં કોંગ્રેસની ન્યાયયાત્રા શરૂ થશે. કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં સર્જાયેલી દુર્ઘટનાઓના પીડિતોને ન્યાય મળે તે હેતુથી મોરબીથી ન્યાયયાત્રાની શરૂઆત કરવામાં આવશે. જેમા કોંગ્રેસના મોટા મોટા નેતાઓ હાજરી આપશે.
આ યાત્રામાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ જોડાઇ શકે છે. આ ન્યાયયાત્રા રાજ્યના વિવિધ શહેરોમાંથી પસાર થઇને 23મી ઓગસ્ટે ગાંધીનગર ખાતે પૂર્ણ થશે.
300 કિલોમીટરની ન્યાય યાત્રા મોરબીથી શરુ કરીને રાજકોટ, રાજકોટથી સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરથી અમદાવાદ અને છેલ્લે અમદાવાદથી ગાંધીનગર સુધીનો પદયાત્રાનો રૂટ રહેશે.
આ યાત્રામાં લોકો પોતાના પ્રશ્નો અને રજૂઆત રજૂ કરી શકે એ માટે કોંગ્રેસ દ્વારા ભાજપનો પાપનો ઘડો નામનો એક ઘડો પોતાની સાથે રાખવાના છે.
લોકો દ્વારા નાખવામાં આવેલા પ્રશ્નોને અંતે ઘડો ભરાઈ જતાં તેને ફોડીને કોંગ્રેસે ભાજપનો પાપાનો ઘડો ભરાઈ ગયો તેવો સંકેત આપશે.