રિપોર્ટ@ગુજરાત: કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ ભાજપ પર આકરા પ્રહાર કર્યા

રાજકોટની મુલાકાતે આવ્યા હતા.
 
રિપોર્ટ@ગુજરાત: કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ ભાજપ પર આકરા પ્રહાર કર્યા 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર ઘટનાઓ સામે આવતી હોય છે. લોકસભા ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ આજે પ્રથમવાર કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ રાજકોટની મુલાકાતે આવ્યા હતા. અહીં શહેર અને જિલ્લાભરના કાર્યકરો અને આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.

આ તકે મીડિયા સાથેની વાતચીતમાં તેમણે બૂથ મેનેજમેન્ટમાં કોંગ્રેસથી કચાશ રહી હોવાનો સ્વીકાર કર્યો હતો અને અદાણીને ફાયદો અપાવવા સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો.

તેમજ પેટ્રોલ 500 થાય તો પણ મોદી જોઈએ, આવું કહેનારા અંધભક્તોને કારણે ભાજપનો અહંકાર આસમાને હોવાનું જણાવી પ્રજા તેને જવાબ આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સાથે જ ઇફ્કો મુદ્દે જણાવ્યું હતું કે, સહકારમાં ક્યારેય મેન્ડેટ પ્રથા હોતી નથી. આ વાતનો અહેસાસ કરાવનારાઓને અભિનંદન આપ્યા હતા.