રિપોર્ટ@ગુજરાત: કોન્ટ્રાક્ટ બેઝ્ડ સ્પેશિયલાઈઝ્ડ ડોક્ટર્સના પગારમાં વધારો, કેટલો વધ્યો ?

દર મહિને 1 લાખ 30 હજાર પગાર આપવામાં આવશે.
 
નકલી ડોક્ટર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ડોક્ટરોના પગાર વધારવામાં આવ્યા છે. રાજ્યમાં કોન્ટ્રાક્ટ બેઝ્ડ સ્પેશિયલાઈઝ્ડ ડોક્ટર્સના પગારમાં વધારો કરાયો છે.. તેમને હવે દર મહિને 95 હજારની જગ્યાએ 1 લાખ 30 હજાર પગાર આપવામાં આવશે. એટલે કે અંદાજિત 37 % જેટલો પગાર વધારો કરવામાં આવ્યો છે. આ સિવાય માઈનોર અને મેજર સર્જરીમાં 2 હજારની પ્રોત્સાહક રકમ પણ આપવામાં આવશે.

વધુમાં કરાર આધારિત સેવારત એનેસ્થેટિસ્ટ ડોક્ટરોને પ્રોત્સાહક રકમની 50 ટકા રકમ પ્રતિ સર્જરી ચૂકવાશે. સર્જિકલ એક્સપર્ટ સિવાયના અન્ય એક્સપર્ટને PMJAYના પ્રવર્તમાન ધારા-ધોરણો મુજબ જ ઇન્સ્ટેન્ટિવ મળવાપાત્ર રહેશે. રાજ્ય સરકારના ઠરાવ પ્રમાણે જનરલ સર્જરી, ઓર્થોપેડિક્સ, ગાયનેકોલોજિસ્ટ અને ઇ.એન.ટીને લગતી વિવિધ મેજર સર્જરી માટે 2000 અને 1250 રૂપિયા ચૂકવવામાં આવશે. રાજ્યમાં એક્સપર્ટ ડોક્ટરોની સેવા વધુ સુદૃઢ બનાવવા માટે આ નિર્ણય કરાયો છે.

News Hub