રિપોર્ટ@ગુજરાત: ભારે વરસાદના કારણે શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરી

વિદ્યાર્થીઓની સલામતીને લઇ નિર્ણય લેવામાં આવ્યો
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. લાંબા સમય વિરામ બાદ મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. છેલ્લા 2 દિવસથી રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે તમામ જિલ્લાઓમાં વરસાદી પાણી ભરાયા છે. ભારે વરસાદના પગલે રોજિંદા જીવન પર પણ વર્તાઇ છે. ત્યારે આ ટાણે રાજ્યના મોટા ભાગના જિલ્લા તંત્ર દ્વારા શાળાઓ-કોલેજોમાં આજે રજા જાહેર કરી દેવામાં આવી છે.

જેમાં અમદાવાદ, રાજકોટ, બોટાદ, આણંદ, ખેડા, મહિસાગર, કરછ અને મોરબી જિલ્લાની સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળા તેમજ ગ્રાન્ટ ઈન એઈડ અને ખાનગી શાળાઓ તથા કોલેજમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી. જોકે અનેક શાળાઓમાં જન્માષ્ટમી તહેવાર નિમિતે બુધવાર સુધી રજા હતી. ત્યારે ભારે વરસાદના કારણે તંત્ર દ્વારા વિદ્યાર્થીઓની સલામતીને લઇ નિર્ણય લેવામાં આવ્યો હતો.