રિપોર્ટ@ગુજરાત: દાહોદ સિઝનમાં સૌથી ઠુંડું શહેર નોંઘાયું, લઘુતમ તાપમાનનો પારો ગગડીને 11 ડિગ્રીએ પહોંચ્યો

13 ડિગ્રી સાથે ડાંગ અને અમરેલીએ નલિયાને પાછળ છોડ્યું છે.
 
રિપોર્ટ@ગુજરાત: દાહોદ સિઝનમાં સૌથી ઠુંડું શહેર નોંઘાયું, લઘુતમ તાપમાનનો પારો ગગડીને 11 ડિગ્રીએ પહોંચ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ગુજરાતમાં શિયાળની શરૂવાત થઈ ગઈ છે. રાજ્યમાં કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગના આંકડા મુજબ, આ સિઝનમાં સૌથી ઠુંડું શહેર દોહાદ નોંઘાયું છે. અહીં લઘુતમ તાપમાનનો પારો ગગડીને 11 ડિગ્રીએ પહોંચ્યો છે. 13 ડિગ્રી સાથે ડાંગ અને અમરેલીએ નલિયાને પાછળ છોડ્યું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ, આવતા સપ્તાહથી ઠંડીમાં વધારો થવાની શક્યતા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં આગામી દિવસોમાં સૂકું વાતાવરણ રહેશે. બપોરના સમયે ગરમીનો અહેસાસ થશે, જ્યારે રાત્રે ઠંડક રહેશે. રાજ્યમાં હાલમાં મહત્તમ તાપમાન 30થી 32 ડિગ્રી વચ્ચે છે, જ્યારે લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી સુધી નોંધાઈ રહ્યું છે. દાહોદ રાજ્યનું સૌથી ઠંડું સ્થળ બન્યું છે, જ્યાં ન્યૂનતમ તાપમાન 11 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. ઉત્તર-પૂર્વ દિશાના પવનોના કારણે તાપમાનમાં વધઘટ ચાલુ રહેશે. જોકે, આગામી દિવસોમાં ઠંડીનું જોર ધીમે-ધીમે વધવાની સંભાવના છે. રાજ્યમાં હવે ઠંડીની શરૂઆત થઈ ગઈ છે અને આવતા સપ્તાહથી કડકડતી ઠંડીનું આગમન થશે.