રિપોર્ટ@ગુજરાત: પરિવારે આરોપીનો મૃતદેહ સ્વીકારવાની ના પાડી, જાણો વધુ વિગતે

સાઇકો કિલરની ડેડબોડીમાંથી 10 ગોળી મળી

 
રિપોર્ટ@ગુજરાત: પરિવારે આરોપીનો મૃતદેહ સ્વીકારવાની ના પાડી, જાણો વધુ વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ગાંધીનગર શેરની અંબાપુર નર્મદા કેનાલ પાસે ગઇકાલે સાઈકો કિલર વિપુલ પરમારનું પોલીસે એકાઉન્ટર કર્યું હતું. હાલમાં આરોપીની ડેડબોડીનું ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પેનલ પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે આરોપીને છાતી, હાથે, સાથળ એમ કુલ 10 જેટલી ગોળી વાગી હોવાનું જાણવા મળ્યું છે.

એન્કાઉન્ટર બાદ ગઈકાલે અંબાપુર નર્મદા કેનાલ પાસે પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. કેનાલની ચારે તરફ પોલીસ દ્વારા બેરીકેટિંગ કરીને રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. આજે દિવસ દરમિયાન ઘટનાસ્થળે પોલીસ પંચનામુ કરશે. તો આ બધા વચ્ચે પરિવારે આરોપીનો મૃતદેહ સ્વીકારવાની ના પાડી દીધી છે.