રિપોર્ટ@ગુજરાત: ગાંધીનગર પીએસવાય ગ્રુપ પર ઈન્કમ ટેક્સ વિભાગએ દરાડો પાડ્યો
ગાંધીનગર Psy ગ્રુપ પર ઈન્કમ ટેક્સનો દરોડો
Feb 8, 2024, 18:23 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગાંધીનગરમાં ઈન્કમ ટેક્સનો મોટો દરોડો પાડવામાં આવ્યો છે. ઇન્કમ ટેક્સ વિભાગે ગાંધીનગરમાં રિયલ એસ્ટેટ બિલ્ડર અને કન્સ્ટ્રક્શન કંપની Psy ગ્રુપ ઉપર દરોડા પાડ્યા છે. પીએસવાય કંપનીના ભાગીદારોના ઘર, ઓફિસ સહિતની 27 જગ્યાઓ પર ઈન્કમ ટેક્સ વિભાગની અલગ અલગ ટીમો ત્રાટકી છે. મોટી માત્રામાં બેનામી સંપત્તિ મળવાની સંભાવના છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં Psy કંપનીના ભાગીદારો બંકીમ જોશી અને નિલય દેસાઇ અને વિક્રાંત પુરોહિત સહિતના ભાગીદારોના ઘર સહિત ઓફિસો પર આવકવેરા વિભાગની ટીમ ત્રાટકી હોવાની માહિતી મળી રહી છે. ગાંધીનગર સેક્ટર 8,21 સહિતના વિસ્તારોમાં આઇટી વિભાગના 100થી વધારે અધિકારીઓ તપાસમાં જોડાયા છે. એક સાથે 27 જગ્યાએ આઇટી વિભાગ ત્રાટકતા ફફડાટ ફેલાયો હતો.