રિપોર્ટ@ગુજરાત: વોટ્સએપ દ્વારા ગેસ સિલિન્ડરનું બુકિંગ થશે, જાણો વિગતે

જેના માટે એક નાનકડી પ્રોસેસ કરવી પડશે.
 
ટેક@મોબાઈલ: ટૂંક સમયમાં જ વોટ્સએપ પર જાહેરાતો જોવી પડી શકે, વધુ માહિતી મેળવો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રસોઈ બનાવતી વખતે ઘણીવાર ગેસ સિલિન્ડરમાં અચાનક ગેસ ખતમ થઈ જાય છે, જેના કારણે ગૃહિણીઓએ પડોશીઓ પાસે મદદરૂપે ગેસ સિલિન્ડર માંગવા જવું પડે છે. જો પડોશી મદદ ન કરે તો કાળા બજારના ભાવે ગેસ સિલિન્ડર ખરીદવો પડે છે. પરંતુ હવે ગૃહિણીઓએ ગેસ સિલિન્ડર ખલાસ થઈ જાય તો પણ ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે હવે ઘરે બેઠા WhatsAppની મદદથી માત્ર 15 મિનિટમાં ગૃહિણીઓને ઘરે ગેસ સિલિન્ડરની ડિલિવરી મળી જશે.

જેના માટે એક નાનકડી પ્રોસેસ કરવી પડશે.

અગાઉ ગેસ સિલિન્ડર બુક કરાવવા માટે ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડતો હતો. એકવાર સિલિન્ડર બુક કરાવ્યા બાદ તેને આવવામાં 4 થી 5 દિવસનો સમય લાગતો હતો. પરંતુ હવે તમને આ બધી પરેશાનીઓમાંથી છૂટકારો મળશે. જેના માટે તમારા મોબાઈલમાં રહેલું વોટ્સએપ તમારી મદદ કરશે. આવો જાણીએ ગેસ સિલિન્ડર બુક કરવાની નવી પ્રોસેસ કેવી છે.

વોટ્સએપ દ્વારા સિલિન્ડર બુક કરોઃ

સૌથી પહેલા વોટ્સએપ દ્વારા ગેસ સિલિન્ડર બુક કરવા માટે તમારે ડિસ્ટ્રીબ્યુટર કંપનીનો નંબર તથા ગેસ સિલિન્ડર આપનારી કંપનીનો વોટ્સએપ નંબર સેવ કરવાનો રહેશે. ત્યારબાદ સિલિન્ડર તમને ડિલિવર કરવામાં આવશે.

ગેસ બુકિંગ કરવાની કંપનીઓના નંબર

એચપી ગેસ: 9222201122
ઈન્ડેન ગેસ: 7588888888
ભારત ગેસ: 1800224344

આ પછી તમારે આ ટીપ્સને ફોલો કરવાની જરૂર છે:


 

  • તમારી ગેસ કંપનીઓના નંબર સાચવો.
  • વોટ્સએપ નંબર પર "HI" મેસેજ મોકલો.
  • તમને ઘણા વિકલ્પો મળશે, જેમાંથી એક બુકિંગ માટે હશે.
  • ગેસ બુકિંગ પસંદ કરો.
  • સિલિન્ડર થોડા જ સમયમાં તમારા સરનામે પહોંચાડવામાં આવશે