રિપોર્ટ@ગુજરાત: નવા વર્ષનું ગૂગલે સ્માઈલી સાથે સ્વાગત કર્યું, આ સિવાય પણ જાણો શું છે ગૂગલ ડૂડલમાં ખાસ

આ ડૂડલને 2024ના વર્ષની સાથે સજાવાયું છે

 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દુનિયાભરમાં લોકો નવા વર્ષની ઉજવણી કરી રહ્યા હતા ત્યારે ગૂગલે પણ નવા વર્ષને આવકાર્યું છે. દરેક લોકો પોત પોતાની રીતે આ ઉજવણીમાં ભાગ લઈ રહ્યા હતા ત્યારે નવા વર્ષનું ગૂગલે સ્માઈલી સાથે સ્વાગત કર્યું છે. આ સિવાય પણ જાણો શું છે ગૂગલ ડૂડલમાં ખાસ.

New Year Eve એ બદલ્યું ડૂડલ

નવું વર્ષ 2024ને લઈને ગૂગલે ડૂડલ બનાવ્યું છે. તેની પહેલા જ New Year Eve પર ગૂગલે 2024ની ઉલ્ટી ગણતરીનું એક ડૂડલ તૈયાર કર્યું હતું. આ ડૂડલને 2024ની સાથે સજાવાયું છે. તેમાં એક સ્માઈલી પણ રાખવામાં આવ્યું છે.

આગળ વધવાની પ્રેરણા આપે છે ગૂગલ ડૂડલ

નવા વર્ષે ગૂગલ દ્વારા તૈયાર કરવામાં આવેલું આ ગૂગલ ડૂડલ લોકોને ખુશીઓ સાથે આગળ વધવાની પ્રેરણા આપી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ગૂગલે સૌથી પહેલા ઓગસ્ટ 1998માં ડૂડલ બનાવ્યું હતું. કોઈ ખાસ અવસરે ગૂગલ હંમેશા લોકોનો ઉત્સાહ વધારવા ડૂડલમાં ફેરફાર કરતું રહે છે.