રિપોર્ટ@ગુજરાત: સાબરમતીમાં પ્રદૂષણ મુદ્દે હાઇકોર્ટેમાં તાત્કાલિક સુનાવણી હાથ ધરાઈ

હાઇકોર્ટમાં તાત્કાલિક સુનાવણી
 
કાર્યવાહી@ગુજરાત: રખડતા ઢોરની સમસ્યા મુદ્દે હાઈકોર્ટે ફરી રાજ્ય સરકારના અધિકારીઓનો ઉધડો લીધો અને નક્કર કામગીરી કરવા નિર્દેશ આપ્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાઇકોર્ટમાં કેટલાક કેસો પર સુનાવણી થતી હોય છે. સાબરમતી નદીમાં પ્રદૂષણ મામલે વાઈરલ વીડિયોને આધારે હાઇકોર્ટમાં તાત્કાલિક સુનાવણી હાથ ધરાઈ.

વિશાલા પાસે કેમિકલયુક્ત પાણીનો ધોધ સાબરમતી નદીમાં વહેતો હોય તેવો વીડિયો વાઈરલ થતા હાઇકોર્ટમાં તાત્કાલિક સુનાવણી રાખવામાં આવી હતી. જેમાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બાદ કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટની પોલ ખૂલી જતાં હાઈકોર્ટની ખંડપીઠે GPCBનો ઉધડો લીધો.

હાઈકોર્ટની ખંડપીઠે કડક શબ્દોમાં કહ્યું કે, કોર્ટની આંખમાં ધૂળ નખાઈ રહી છે. GPCB હવે કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નિરીક્ષણ કરે અને તેનો રિપોર્ટ કોર્ટ સમક્ષ મુકે.