રિપોર્ટ@ગુજરાત: આસારામની જામીન અરજી પર હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ
તમામ પક્ષોની રજૂઆતના અંતે હાઇકોર્ટે જામીન અરજીમાં ચુકાદો અનામત રાખ્યો હતો
Mar 29, 2025, 07:55 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દુષ્કર્મ કેસમાં આસારામ કેટલાક સમયથી જેલમાં છે. દુષ્કર્મ કેસમાં 6 મહિના માટે હંગામી જામીન માંગતી આસારામની જામીન અરજી પર હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી. જેમા તમામ પક્ષોની રજૂઆતના અંતે હાઇકોર્ટે જામીન અરજીમાં ચુકાદો અનામત રાખ્યો હતો.ત્યાર બાદ આજે ફરી સુનાવણી થઈ હતી. જોકે ડબલ જજની બેંચમાં બે જજના મંતવ્ય અલગ અલગ રહ્યા હતા.
જેથી ખંડિત ચુકાદો આવ્યો હતો. હવે ચીફ જજ નક્કી કરશે કે કયા જજની બેન્ચ સમક્ષ અરજી મુકાશે. વર્ષ 2013ના દુષ્કર્મ કેસમાં 2023માં સેશન્સ કોર્ટે આસારામને આજીવન કેદની સજા ફટકારી હતી. જો કે સુપ્રીમ કોર્ટે આ વર્ષે જાન્યુઆરીમાં આસારામને તબીબી કારણોસર 31 માર્ચ સુધીના વચગાળાના જામીન આપ્યા છે.

