રિપોર્ટ@ગુજરાત: ગૃહમંત્રી હર્ષ સંઘવી 5 દિવસમાં ત્રીજીવાર વડોદરાની મુલાકાતે
જેની ઉપર લાગણી અને વિશ્વાસ હોય એના પર જ લોકો ગુસ્સો ઠાલવે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યના ગૃહમંત્રી વડોદરાની મુલાકાતો લઇ રહ્યા છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પાંચ દિવસમાં ત્રીજીવાર વડોદરાની મુલાકાતે આવ્યા હતાં. તેઓએ વડોદરા કલેક્ટર કચેરી ખાતે સાંસદ, ધારાસભ્યો અને અધિકારીઓ સાથે રિવ્યુ બેઠક યોજી હતી. આ બેઠકમાં ગૃહમંત્રીએ વડોદરા શહેરમાં ચાલતી કેશડોલ સહિતની સહાયને લઈને તમામ પ્રકારની માહિતી મેળવી હતી. બેઠક પૂર્ણ થયા બાદ હર્ષ સંઘવીએ લોકોના આક્રોશ અંગે કહ્યું હતું કે, 'જેની ઉપર લાગણી હોય, શ્રદ્ધા હોય અને વિશ્વાસ હોય એની ઉપર જ ગુસ્સો ઠાલવી શકે છે, લોકોના ઇનસ્યોન્સની કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવશે. વડોદરાને ઝડપથી ધબકતું કરવું છે, જેને લઈને સતત બેઠકો કરવામાં આવી રહી છે.
રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પાંચ દિવસમાં ત્રીજીવાર વડોદરાની મુલાકાતે આવ્યા હતાં. તેઓએ વડોદરા કલેક્ટર કચેરી ખાતે સાંસદ, ધારાસભ્યો અને અધિકારીઓ સાથે રિવ્યુ બેઠક યોજી હતી. આ બેઠકમાં ગૃહમંત્રીએ વડોદરા શહેરમાં ચાલતી કેશડોલ સહિતની સહાયને લઈને તમામ પ્રકારની માહિતી મેળવી હતી. બેઠક પૂર્ણ થયા બાદ હર્ષ સંઘવીએ લોકોના આક્રોશ અંગે કહ્યું હતું કે, 'જેની ઉપર લાગણી હોય, શ્રદ્ધા હોય અને વિશ્વાસ હોય એની ઉપર જ ગુસ્સો ઠાલવી શકે છે, લોકોના ઇનસ્યોન્સની કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવશે. વડોદરાને ઝડપથી ધબકતું કરવું છે, જેને લઈને સતત બેઠકો કરવામાં આવી રહી છે.
હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, વડોદરા કલેક્ટર કચેરી ખાતે વડોદરા જિલ્લામાં પૂરને લઈને રાહત કામગીરી કરી રહેલા અધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે સ્વચ્છતા, સ્વાસ્થ્ય, કેશડોલ અને ઘરવખરીને લઈને આપવાની સહાય અંગે આજે રિવ્યૂ મિટિંગ રાખવામાં આવી હતી. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં 64,360 પરિવારોને કેશડોલ આપવામાં આવી છે. વડોદરા ગ્રામ્યમાં 20,610 પરિવારને કેશડોલ આપવામાં આવી છે. કુલ મળીને વડોદરા જિલ્લામાં 84,970 પરિવારોને કેશડોલ આપવામાં આવી છે. આ ઉપરાંત ઘરવખરી સહાય વડોદરામાં 5835 પરિવારોને અને વડોદરા ગ્રામ્યમાં 3933 સુધી ઘરવખરી સહાય પહોંચાડવામાં આવી છે. એટલે કે, કુલ 9,768 પરિવારોને ઘરવખરી સહાય પહોંચાડી દેવામાં આવી છે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ખાસ કરીને ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓને જણાવવામાં આવ્યું છે કે, કોઈપણ પ્રકારની લોકોની માગણી હોય કે, કોઈ ફરિયાદ હોય તો તુરંત જ કલેક્ટર કચેરી ખાતે નોડલ ઓફિસરને જાણકારી આપવામાં આવે. જેથી તેમના દ્વારા ટીમ મોકલીને ઘરવખરી કે કેશડોલની સહાય આપવામાં આવશે, તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. ખેતીના સર્વેની કામગીરી આજે સવારથી શરૂ થઈ ગઈ છે. ઇલેક્ટ્રિસિટી રેસ્ટોરેશનનું 99% કામ પતી ગયું છે. કોઈ ફરિયાદો આવી હોય તો આજ સાંજ સુધીમાં નવી ટીમ બનાવીને એ કામગીરી પણ ઝડપથી પૂર્ણ કરવાની સૂચના આપી છે.
તેઓએ ઉમેર્યું હતું કે, મેડિકલ ટીમ, પેરા મેડિકલ ટીમ, મોબાઈલ ટીમ અને જિલ્લા બહારની ટીમ ઘર ઘર જઈને સર્વે કામગીરી કરી રહી છે. આગામી 10 દિવસ સુધી આ કામગીરી કરતી રહેશે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને નગરજનો સાથે મળીને સાફ સફાઈ ઝુંબેશ ચાલી રહી છે. સોસાયટીમાંથી ફરિયાદ આવતી હશે તે પણ ઝડપથી સાફ-સફાઈની કામગીરી પૂર્ણ કરવામાં આવશે અને આ પ્રકારે સાફ-સફાઈની કામગીરી હંમેશા ચાલુ રહે તે માટે આયોજન કરવામાં આવે તે માટે પણ તંત્રને પણ સૂચના આપવામાં આવી છે.
તેઓએ કહ્યું હતું કે, આ ઉપરાંત બીજા તબક્કામાં ઇન્સ્યોરન્સ કંપનીઓ સાથે પણ બેઠક કરવામાં આવી છે, કાગળો માટે નિયમોને લઈને લોકોને ધક્કા ના ખાવા પડે અને માનવતાનો ધર્મ અદા કરીને વધુને વધુ લોકોને મદદ કરી શકાય તે માટે પણ અમારી બેઠકમાં સૂચના આપવામાં આવી છે. ઇન્સ્યોરન્સ કંપનીઓ દ્વારા શનિવાર અને રવિવારમાં પણ કામગીરી કરવામાં આવી છે. સરકારી ચાર ઇન્સ્યોરન્સ કંપનીઓમાં 850 જેટલા ક્લેમ કરવામાં આવ્યા છે અને પ્રાઇવેટ કંપનીઓમાં 650 જેટલા ક્લેમ આવ્યા છે. આ બધા ક્લેમની તાત્કાલિક પ્રોસેસ થાય તે માટે આજે સૂચના આપી દેવામાં આવી છે. બધા જ સર્વેયરની આ કંપનીઓ સાથે આજે બેઠક છે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આજે સાંજે ફરી બેઠક બોલાવવામાં આવશે. જેમાં પાંચ ધારાસભ્યો, સંગઠનના સભ્યો સંસ્થાના સભ્યો હશે અને આ બેઠકમાં કોઈને ગુમાસ્તાધારાનું લાઇસન્સ એક્સપાયર થઈ ગયું હોય અને રિન્યુ કરવામાં તકલીફ પડતી હોય તો તેમની ઝડપથી કામગીરી પૂર્ણ કરવામાં આવે. અનાજની દુકાન ચલાવતા હોય, રિટેલ એસોસિએશન સહિતના 15થી 20 એસોસિએશન સાથે હું બેઠક કરવાનો છું. જેમાં તમે ખુલ્લા મને વાત રજૂ કરજો. આપણે બધા મળીને વડોદરાને ઝડપથી ધબકતું કરીશું. વિશ્વામિત્રી પ્રોજેક્ટને આપણે ઝડપથી કેવી રીતે શરૂ કરી શકીએ તેના માટે પ્રતિનિધિઓને કાલે ગાંધીનગર બોલાવ્યા છે. હું આજે ઇન્સ્યોરન્સ કંપનીના ઝોનલ ઇન્ચાર્જ સાથે બેઠક કરવાનો છું અને ત્યારબાદ હું બે-ત્રણ દિવસ બાદ વડોદરા ફરી આ બધી બાબતોના રિવ્યુ માટે વડોદરા આવવાનો છું. આ વખતે નાગરિકોને કોઈ વાત રજૂ કરવી હશે તો તેના માટે પણ સમય આપવામાં આવશે.
પૂરગ્રસ્ત લોકો અંગે જણાવ્યું હતું કે, લોકોને તકલીફ વેઠવી પડી, આ અતિભારે વરસાદના કારણે વડોદરામાં ખૂબ ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ, આ એ લોકો છે જેમને તકલીફોનો સામનો કરવો પડ્યો અને કોઈ વ્યક્તિ જેની ઉપર લાગણી હોય, શ્રદ્ધા હોય જેની ઉપર વિશ્વાસ હોય, એની ઉપર જ ગુસ્સો ઠાલવી શકે છે. એ એની ફરિયાદ એમને જ કરી શકે છે. કોઈ વ્યક્તિ એની તકલીફ ઠાલવે એનો ગુસ્સો કે આક્રોશ તમે નેગેટિવ-વેમાં આક્રોશ ન ગણી શકો. એની તકલીફ છે અને તકલીફ નીકાળવા માટે જ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે રહે છે.
તેઓએ કહ્યું હતું કે, દૂષિત પાણીનો કોઈ પ્રશ્ન તમારી પાસે આવે તો અમારા સુધી પહોંચાડજો. અમે એનું નિવારણ લાવીશું. આ ઉપરાંત ગણપતિ ઉત્સવમાં ડીજે પર પ્રતિબંધ અંગે જણાવ્યું હતું કે, ખૂબ જ ઉત્સાહથી તહેવાર મનાવવામાં આવશે. હું પોતે બે દિવસ ગણપતિ ઉત્સવમાં વડોદરા આવવાનો છું. મંડળોમાં જવાનો છું. વડોદરાના ખૂણે ખૂણે ગણપતિબાપા મોરિયાના નારા લાગશે. તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ નારા લાગે એમાં શા માટે તકલીફ હોય શકે. લોકો ઉત્સાહપૂર્વક વગાડી શકે છે એમાં કોઈ તકલીફ નહીં પડે.