રિપોર્ટ@ગુજરાત: કિંજલ દવે અને કીર્તિદાન ગઢવીના સૂરે ખેલૈયાઓને ઘેલા કર્યા

વ્હાઈટ આઉટફિટમાં સ્ટાર જોડી મલ્હાર અને પૂજાએ મનડા મોહી લીધા

 
રિપોર્ટ@ગુજરાત: કિંજલ દવે અને કીર્તિદાન ગઢવીના સૂરે ખેલૈયાઓને ઘેલા કર્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં નવરાત્રિનો પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે. ખેલૈયાઓ ધામધુમથી નવરાત્રિનો પવિત્ર તહેવારની ઉજવણી કરી રહ્યા છે.  નવરાત્રિના ચોથા નોરતે એક્ટ્રેસ અને એક્ટરે ખેલૈયાઓને ઘેલા કર્યા હતા. ગાંધીનગરના સુઘડ ખાતે ગુજરાતી એક્ટર મલ્હાર ઠાકર અને એક્ટ્રેસ તેમજ તેમની પત્ની પૂજા જોશીએ વ્હાઈટ આઉટફિટમાં લોકોના મનડા મોહી લીધા હતા.

સુરતમાં બોલિવૂડ એક્ટ્રેસ કરિશ્મા તન્નાએ ગરબાની સાથે સાથે સુરતી ફેન્સ સાથે સેલ્ફી લીધી હતી. આ ઉપરાંત સુરતમા કિંજલ દવે અને અમદાવાદમાં નોરતા નગરીમાં કિર્તીદાન ગઢવીના સૂરે ખેલૈયાઓએ બૂમ પડાવી દીધી હતી.

અમદાવાદ અને ગાંધીનગરમાં લોકો પરંપરાગત પોશાકમાં સજ્જ થઈને ગરબાના મેદાનમાં ઉમટી પડ્યા હતા. ગાંધીનગરના સુઘડ ખાતે યોજાયેલા પ્રીમિયમ ગરબામાં ગુજરાતી અભિનેતા મલ્હાર ઠાકર અને પૂજા જોશીએ હાજરી આપીને ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો, જ્યારે અમદાવાદમાં કિર્તીદાન ગઢવીના ગીત 'રસિયો રૂપાળો રંગરેલીયો' પર લોકો મન મૂકીને ઝૂમ્યા હતા. આ ઉત્સાહની સાથે, ગરબા સ્થળોની આસપાસ ભારે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ હતી.