રિપોર્ટ@ગુજરાત: મેડિકલ કોલેજની નવી ફી જાહેર કરાશે, જાણો વધુ વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં કોલેજોની વધારે હોવાના કારણે વિધાર્થીઓમાં ઉગ્ર વિરોધ જોવા મળ્યો હતો. રાજ્યમાં સૌથી વધારે અત્યારે જો કોઈ મુદ્દો ચર્ચાઈ રહ્યો હોય તો તે મેડિકલ કોલેજની ફીમાં વધારા અંગેનો છે. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ અંગે કહ્યું છે કે, ગુજરાત સરકાર હવે નવો પરિપત્ર બહાર પાડી નવી ફી જાહેર કરશે.
ફી વધારા અંગે રાજ્ય સરકાર વચ્ચે જ્યારે પણ ચર્ચા થાય ત્યારે વિદ્યાર્થીઓના હિતમાં ચોક્કસ નિર્ણય લેવાશે. રાજ્ય સરકાર દ્વારા 28 જૂને મેડિકલ કોલેજની ફીમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો હતો. આ ફી વધારામાં GMERS મેડિકલ કોલેજના સરકારી કોટાની વાર્ષિક ફીસ 3.30 લાખથી વધારી 5.50 લાખ કરી હતી.
જ્યારે મેનેજમેન્ટ કોટાની વાર્ષિક ફી 9.75 લાખથી વધારી 17 લાખ કરી હતી. તેમજ એનઆરઆઈ કોટાની વાર્ષિક ફી 22 હજાર યુ.એસ. ડોલરથી વધારી 25 હજાર ડોલર તોતિંગ વધારો અચાનક કરવામાં આવ્યો હતો. જેનો રાજ્યભરમાં ભારે વિરોધ થયો હતો.