રીપોર્ટ@ગુજરાત: મોહિની એકાદશી પર જાણો રાશિફળ તમારા આજના દિવસનું

વૈશાખ સુદ એકાદશીને સોમવાર, મોહિની એકાદશી. 
 
22મી ડીસેમ્બરના જ્યોતિષવિદ્યાનો શુભ સમય જાણો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

 ગુજરાત-મહારાષ્ટ્ર દિન.

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે.

કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ

મેષ રાશિ

મનની મૂંઝવણ કે અશાંતિ દૂર થાય, સ્વજનનો સહકાર, સફળતાની તક.

વૃષભ રાશિ

આવક ખર્ચને સમતોલ રાખજો, પ્રવાસ સફળ જણાય, આરોગ્ય જળવાતું લાગે.

મિથુન રાશિ

સામાજિક કામ પ્રસંગ અંગે સાનુકૂળતા, આવક વધારવી મુશ્કેલ જણાય, સમાધાનકારી વલણ ઉપયોગી.

કર્ક રાશિ

ઉતાવળા નિર્ણય કે અમલથી સાવધ રહેજો. નુકસાનથી બચવું, સ્નેહી સ્વજનથી મિલન.

સિંહ રાશિ

આવક સામે ખર્ચનું પ્રમાણ વધવાના યોગ હોઈ ગણતરી રાખજો, સ્નેહીથી ગેરસમજ જણાય.

કન્યા રાશિ

ધાર્યું કરવાની ઉતાવળ, જિદ્દ ટાળવી, સમજી વિચારીને ચાલવું, વિવાદ અટકાવવો.

તુલા રાશિ

આપના અંતરાશિકરણની વ્યથા વેદના, અજંપાથી મુક્તિ મેળવવાની તક મળે, કાર્ય સફળતા, મિલન-મુલાકાત.

વૃશ્ચિક રાશિ

આપના પ્રયત્નોનું મીઠું ફળ ચાખવા મળે, અગાઉના પ્રશ્ન હલ થાય, ગૃહજીવનમાં સંવાદિતા સર્જી શકશો.

ધન રાશિ

આપની મુશ્કેલીઓને દૂર કરવામાં પ્રયત્નો ફળે, કૌટુંબિક શાંતિ રાખવી, ખર્ચ રહે.

મકર રાશિ

સામાજિક અને વ્યવસાયિક સંજોગો અંગે સમય સાનુકૂળ બનીને જણાય.

કુંભ રાશિ

વધુ પડતી આશા અપેક્ષા પૂરી ન થઈ શકે પણ વાસ્તવિક કામનું ઈષ્ટ ફળ મળતું જણાય.

મીન રાશિ

મહત્ત્વની વ્યક્તિ કે વડીલ-મિત્ર વર્ગથી સહકાર અને કાર્ય સફળતાની તક, પ્રવાસ ફળે, વિવાદ ટાળજો.