રિપોર્ટ@ગુજરાત: પોસ્ટ ઓફિસ સ્મોલ સેવિંગ સ્કીમ યોજનામાં આકર્ષક વળતર મળશે
પબ્લિક પ્રોવિડન્ડ ફંડ સ્કીમ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
પોસ્ટ ઓફિસ સ્મોલ સેવિંગ સ્કીમ: પોસ્ટ ઓફિસમાં રોકાણકારો માટે ઘણી નાની બચત યોજનાઓ છે. આ નાની બચત યોજનાઓ પર સરકાર દ્વારા વધુ સારું વળતર આપવામાં આવે છે. જો તમે સુરક્ષિત રોકાણ વિકલ્પ દ્વારા તમારી બચતનો લાભ મેળવવા માંગતા હો, તો પોસ્ટ ઓફિસની આ યોજનાઓ વધુ સારી છે.
ફિક્સ્ડ ડિપોઝિટ, રિકરિંગ ડિપોઝિટ, મંથલી ઇનકમ ડિપોઝિટ, સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ, પીપીએફ, સુકન્યા સમૃદ્ધિ, રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર, કિસાન વિકાસ પત્ર, મહિલા સન્માન બચત પ્રમાણપત્ર જેવી નાની બચત યોજનાઓ પોસ્ટ ઓફિસમાં ઉપલબ્ધ છે. આ યોજનાઓમાં, રોકાણની રકમ પર 6.7 ટકાથી 8.2 ટકા સુધીનું વ્યાજ ઓફર કરવામાં આવ્યું છે. ચાલો જાણીએ કે હાલમાં કઈ સ્કીમ પર કેટલું વ્યાજ મળી રહ્યું છે.
પોસ્ટ ઑફિસ ટાઈમ ડિપોઝિટ સ્કીમને પોસ્ટ ઑફિસ ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ યોજનામાં રોકાણકારો માટે 4 વિકલ્પો ઉપલબ્ધ છે. તેઓ તેમની ક્ષમતા મુજબ અલગ-અલગ મુદતવાળી ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ પસંદ કરીને રોકાણ કરી શકે છે. એફડી પર પોસ્ટ ઓફિસ દ્વારા ઓફર કરવામાં આવતા વ્યાજ દરો 6.9 ટકાથી 7.5 ટકા સુધી છે. એક વર્ષમાં પાકતી FD પર 6.9 ટકા વ્યાજ આપવામાં આવે છે, જ્યારે પોસ્ટ ઓફિસ 5 વર્ષમાં પાકતી FD પર 7.5 ટકા વ્યાજ આપે છે. જ્યારે 2 વર્ષ અને 3 વર્ષની FD પર અનુક્રમે 7 ટકા અને 7.1 ટકા વ્યાજ મળી રહ્યું છે.
રોકાણકારોને હાલમાં પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ સ્કીમમાં નાણાંનું રોકાણ કરવા પર 6.7 ટકા વ્યાજનો લાભ મળી રહ્યો છે. આ વ્યાજ દર 31 માર્ચ સુધી લાગુ છે. રિકરિંગ ડિપોઝિટમાં, પાકતી મુદત 5 વર્ષની છે એટલે કે ખાતું ખોલવાની તારીખથી 5 વર્ષ (60 માસિક થાપણો). સંબંધિત પોસ્ટ ઓફિસમાં અરજી કરીને આ એકાઉન્ટને વધુ 5 વર્ષ માટે વધારી શકાય છે.
સરકાર પોસ્ટ ઓફિસ સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ પર ત્રિમાસિક ધોરણે 8.2% વ્યાજ આપી રહી છે. SCSS એકાઉન્ટ ઓછામાં ઓછી 1000 રૂપિયાની ડિપોઝિટ સાથે ખોલી શકાય છે. રોકાણકારો આ ખાતામાં 30 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકે છે. 55 વર્ષથી વધુ વયના પરંતુ 60 વર્ષથી નીચેના નિવૃત્ત નાગરિકોને SCSS ખાતું ખોલવા માટે ત્રણ મહિનાનો સમય મળે છે.
સરકાર જાન્યુઆરી-માર્ચ 2024 ક્વાર્ટર માટે પોસ્ટ ઓફિસના મંથલી ઇનકમ એકાઉન્ટ પર 7.4 ટકા વ્યાજ આપી રહી છે . જે રોકાણકારો માસિક આવક યોજના (MIS) હેઠળ ખાતું ખોલે છે તેમને દર મહિને વ્યાજની ચુકવણી મળશે. ખાતું ખોલવાની તારીખથી પાકતી મુદત સુધી દર મહિનાના અંતે વ્યાજ ચૂકવવામાં આવે છે. ખાતાધારક દ્વારા મેળવેલ વ્યાજની આવક કરપાત્ર રહેશે. સરકાર ત્રિમાસિક ધોરણે યોજનાના વ્યાજ દરમાં સુધારો કરે છે.
પોસ્ટ ઓફિસની નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) સ્કીમ પર સરકાર જાન્યુઆરીથી માર્ચ 2023ના ત્રિમાસિક ગાળા માટે 7.7 ટકા વ્યાજ આપી રહી છે. નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ એકાઉન્ટની પાકતી મુદત 5 વર્ષની છે. આમાં, વ્યાજ વાર્ષિક ચક્રવૃદ્ધિ થાય છે, પરંતુ તે પરિપક્વતા પર ચૂકવવામાં આવે છે.
પોસ્ટ ઓફિસની પબ્લિક પ્રોવિડન્ટ ફંડ સ્કીમ પર સરકાર જાન્યુઆરીથી માર્ચ 2023ના ત્રિમાસિક ગાળા માટે 7.1 % વ્યાજ આપી રહી છે. આમાં વ્યાજ વાર્ષિક ચક્રવૃદ્ધિ ઉમેરવામાં આવે છે. રોકાણકાર ખાતા ખોલવાના વર્ષને બાદ કરતાં 5 વર્ષ પૂરા થવા પર નાણાકીય વર્ષ દરમિયાન 1 ઉપાડ કરી શકે છે. ઉદાહરણ તરીકે, જો ખાતું નાણાકીય વર્ષ 2017-18 દરમિયાન ખોલવામાં આવ્યું હોય, તો પછી 2023-24 દરમિયાન અથવા તે પછી ઉપાડ કરી શકાય છે. PPF એકાઉન્ટ “E-E-E” કેટેગરીમાં આવે છે જ્યાં એક વર્ષમાં રૂ. 1.5 લાખ સુધીની થાપણો, કમાયેલ વ્યાજ વગેરે કરમુક્ત છે.
પોસ્ટ ઓફિસ કિસાન વિકાસ પત્ર પર સરકાર જાન્યુઆરી-માર્ચ 2024 માટે 7.5 % વ્યાજ આપી રહી છે . આ યોજનાની પાકતી મુદત 115 મહિના છે. KVP એકાઉન્ટ પર વ્યાજ વાર્ષિક ચક્રવૃદ્ધિ કરવામાં આવે છે.
પોસ્ટ ઓફિસના મહિલા સન્માન બચત પ્રમાણપત્રમાં રોકાણ પર સરકાર જાન્યુઆરી-માર્ચ 2024 માટે 7.5 વ્યાજ આપી રહી છે . MSSC એકાઉન્ટ પર વ્યાજ ત્રિમાસિક ચક્રવૃદ્ધિ છે.
પોસ્ટ ઓફિસની સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ સ્કીમ પર સરકાર જાન્યુઆરી-માર્ચ 2024 માટે 7.5 વ્યાજ આપી રહી છે. SSAC એકાઉન્ટ પર વ્યાજ વાર્ષિક ચક્રવૃદ્ધિ કરવામાં આવે છે.