રિપોર્ટ@ગુજરાત: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે ભારતમાતા સરોવરનું લોકાર્પણ થશે

ભારતમાતા સરોવરના લોકાર્પણ ઉપરાંત સૌરાષ્ટ્રના રૂ. 4800 કરોડ રૂપિયાનાં વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરશે.
 
રિપોર્ટ@ગુજરાત: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે ભારતમાતા સરોવરનું લોકાર્પણ થશે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

વડાપ્રધાન મોદી હાલ ગુજરાતના પ્રવાસે છે. ત્યારેય કેટલાક કાર્યોનું લોકાર્પણ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના મહેમાન બન્યા છે ત્યારે વડોદરા બાદ તેઓ અમરેલી પધારવાના છે.

અમરેલીના લાઠી તાલુકાના દુધાળામાં PPP મોડથી કરોડોના ખર્ચે બનાવાયેલા ભારતમાતા સરોવરનું લોકાર્પણ કરશે. ભારતમાતા સરોવરના લોકાર્પણ ઉપરાંત સૌરાષ્ટ્રના રૂ. 4800 કરોડ રૂપિયાનાં વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરશે.

લાઠીના દૂધાળામાંથી પસાર થતી ગાગડિયા નદી પર નિર્માણ કરાયેલા સરોવરના કારણે આસપાસનાં ગામોમાં પાણી અને પાકનું ચિત્ર પલટાઈ ગયું છે. ચોમાસા દરમિયાન દરિયામાં વહી જતા નદીના જળને રોકી તેનો કઈ રીતે બેસ્ટ ઉપયોગ કરી શકાય તેનું આ ઉત્તમ ઉદાહરણ છે.