રિપોર્ટ@ગુજરાત: આજથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે, 10 નવેમ્બર સુધી રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની શક્યતા

અમદાવાદમાં આજે આકાશ સામાન્ય રીતે વાદળછાયું રહેશે
 
આગાહી@ગુજરાત: રાજ્યમાં 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, આજે 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી મુજબ, આજથી આગામી 10 નવેમ્બર સુધી રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. આ વરસાદ ખાસ કરીને પૂર્વ, મધ્ય અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં રહેશે, સાથે જ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

જોકે, આજથી સૂકું હવામાન રહેવાની પણ આગાહી છે. અમદાવાદમાં આજે આકાશ સામાન્ય રીતે વાદળછાયું રહેશે અને હળવા વરસાદ તેમજ ગાજવીજની શક્યતા છે, જેમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 22 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં ન્યૂનતમ તાપમાનમાં મોટો બદલાવ નહીં થાય, પરંતુ આગામી 7 દિવસમાં તેમાં ધીમે ધીમે 2થી 4 ડિગ્રી સેન્ટિગ્રેડનો ઘટાડો થવાની શક્યતા છે.