રિપોર્ટ@ગુજરાત: રાજ્યમાં સિઝનનો સરેરાશ 121 ટકા વરસાદ ખાબક્યો

અષાઢ અને શ્રાવણમાં ધોધમાર વરસાદ વરસ્યા બાદ ભાદરવામાં પણ કેટલાક જિલ્લામાં વરસાદી માહોલ છવાયેલો છે.
 
વરસાદ આગાહી 4

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં ચોમાસાની ઋતુ ચાલુ છે. કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યા બાદ પૂરની સ્થિતિ સર્જાઈ હતી. રાજ્યમાં અષાઢ અને શ્રાવણમાં ધોધમાર વરસાદ વરસ્યા બાદ ભાદરવામાં પણ કેટલાક જિલ્લામાં વરસાદી માહોલ છવાયેલો છે.

શનિવારે સવારે 6 વાગ્યા સુધીમાં રાજ્યમાં સિઝનનો સરેરાશ 121 ટકા વરસાદ નોંધાયો છે. આજે નવસારીના વાંસદામાં સૌથી વધુ બે ઈંચ વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં સિઝનનો 121 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ કચ્છ ઝોનમાં 183 ટકા, સૌરાષ્ટ્ર ઝોન 128 ટકા, દક્ષિણ ગુજરાત ઝોન 123 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાત ઝોન 117 ટકા અને ઉત્તર ગુજરાત ઝોનમાં 105 ટકા વરસાદ નોંધાયો છે.