રિપોર્ટ@ગુજરાત: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરાયું, અતિભારે વરસાદની આગાહી
દ્વારકા, જામનગર અને વલસાડમાં અતિભારે વરસાદની આગાહી
 
                                        
                                    અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં ચોમાસાની શરૂવાત થઇ ગઈ છે. કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ વરસી રહ્યો છે. આ વર્ષે ચોમાસુ ગુજરાતમાં પ્રવેશ્યા બાદ નવસારીમાં અટવાઈ ગયું હતું જે હવે સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે. જેને કારણે સૌરાષ્ટ્રના ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે.
હવે દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્રમાં પણ ચોમાસાએ એન્ટ્રી લીધી છે. આજે વહેલી સવારથી જ રાજ્યના અનેક જિલ્લામાં મેઘરાજા હેત વરસાવી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર અને દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ આપ્યું છે. આજે સવારે 6 વાગ્યાથી 6 વાગ્યા સુધીમાં રાજ્યના 101 તાલુકામાં વરસાદે હાજરી પુરાવી છે.
જામનગરના કાલાવડ તાલુકામાં ધોધમાર વરસાદના પગલે મૂળીલા પાસે પુલમાં ગાબડું પડતા વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા હતા. બરવાળાના ચોકડી ગામે વીજળી પડતાં યુવાનનું મોત થયું હતું.

