રિપોર્ટ@ગુજરાત: સોમનાથ મંદિરમાં ટ્રસ્ટ દ્વારા બહારના બ્રાહ્મણો પાસે પૂજા-પાઠ કરાવતા સોમપુરા બ્રહ્મ સમાજમાં રોષ ફેલાયો

સોમપુરા બ્રહ્મ સમાજના તીર્થ પુરોહિતોમાં રોષ ફેલાયો છે
 
રિપોર્ટ@ગુજરાત: સોમનાથ મંદિરમાં ટ્રસ્ટ દ્વારા બહારના બ્રાહ્મણો પાસે પૂજા-પાઠ કરાવતા સોમપુરા બ્રહ્મ સમાજમાં રોષ ફેલાયો 

અટલ સમાચાર ડોટ કોમ,ડેસ્ક

રાજ્યમાં વિરોધની અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. ફરી એકવાર વિરોધ જોવા મળી રહ્યો છે. સોમનાથ મંદિરમાં ટ્રસ્ટ દ્વારા બહારના બ્રાહ્મણો પાસે પૂજા-પાઠ કરાવતા હોવાને લઈ સ્થાનિક સોમપુરા બ્રહ્મ સમાજના તીર્થ પુરોહિતોમાં રોષ ફેલાયો છે.

ટ્રસ્ટના આ નિર્ણયનો વિરોધ કરવા સોમપુરા તીર્થ પુરોહિતો ધરણાં પર બેસી ગયા હતા. ત્યાંથી તેમને પોલીસ દ્વારા અટકાયત કરી પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા.

જ્યાં તેમના દ્વારા મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. કોંગ્રેસનેતા હીરા જોટવાએ પોલીસ સ્ટેશનમાં તીર્થ પુરોહિતોની મુલાકાત દરમિયાન આજના દિવસને સોમનાથ માટે કલંકિત દિવસ ગણાવ્યો હતો.