રિપોર્ટ@ગુજરાત: રાજ્યના 34 સ્ટેટ હાઈવે સહિત 636 રસ્તાઓ બંધ, જાણો વધુ વિગતે
માર્ગ વ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી.
Aug 28, 2024, 09:37 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં હાલ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. ગુજરાતમાં ભારે વરસાદના કારણે અનેક બ્રીજ રસ્તા પાણીમાં ગરકાવ થયા છે. જળબંબાકારની સ્થિતિના કારણે વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે. રાજ્યના કુલ 636 રસ્તાઓ પર વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ છે. 22 સ્ટેટ હાઈવે, પંચાયત હસ્તકના 549 રસ્તા બંધ છે.
અન્ય 37 રસ્તાઓ પર વાહન વ્યવહાર બંધ છે. ભારે વરસાદથી એસટી બસ સેવા પણ ખોરવાઈ છે.જામનગર અને આસપાસના તાલુકાઓમાં વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે બેડ પાસેથી પસાર થતી નદીમાં ઘોડાપૂર આવતા જામનગર-ખંભાળીયા હાઈવે પર પાણી ફરી વળ્યા હતા. જેના કારણે માર્ગ વ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી.