અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રાજકોટની મુલાકાતે પહોચ્યાં. ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છઠ્ઠા નોરતે રાજકોટ આવી પહોંચ્યા હતા. શહેરના યુનિટી ફાઉન્ડેશનના ગરબામાં તેઓએ માતાજીની આરતી ઉતારી આશીર્વાદ મેળવ્યા હતા.
બાદમાં ખેલૈયાઓને જણાવ્યું હતું કે, રાજકોટવાસીઓ ગરબે રમવાની મજા આવી? કોઈ મોડે સુધી ગરબે રમતા રોકવા આવ્યું? ઘણાને ગરબા રમતા કરતા રોકવામાં મજા છે.
જ્યારે વડોદરા ગેંગરેપને લઈ કહ્યું હતું કે, મા અંબાના ચરણોમાં એક પ્રાર્થના કરી હતી કે આ દરીંદાઓ દુનિયાના કોઈપણ ખૂણે છૂપાયેલા હોય તો મારી ગુજરાતની પોલીસને તેને પકડવાની શક્તિ આપજે અને તે પકડાય ગયા. આજે મા અંબાને પ્રાર્થના કરી એક જ મનોકામના માગી છે કે, આ દરીંદાઓને ફાંસીથી ઓછી સજા ન થવી જોઈએ.