રિપોર્ટ@ગુજરાત: વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે યુવાનો સાથે ભરતીના નામે થતી ઠગાઈ મુદ્દે કાર્યવાહી કરવા માગ કરી
ફોન કરીને નોકરીની લાલચ આપવામાં આવે છે.
Updated: Jan 2, 2024, 10:44 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે યુવાનો સાથે ભરતીના નામ થતી ઠગાઈ મુદ્દે કાર્યવાહી કરવા માગ કરી છે. ફોરેસ્ટ ગાર્ડની ભરતીમાં નકલી નિમણુક પત્રો આપીને કૌભાંડ આચરાતું હોવાનો યુવરાજસિંહે આક્ષેપ કર્યો છે. યુવરાજસિંહે કહ્યું કે, કેન્દ્ર સરકારમાં ભરતી કરાવવાના નામે ચોક્કસ નંબરથી યુવાનોના મોબાઈલ પર ફોન આવે છે.
યુવાનોને ફોન કરીને નોકરીની લાલચ આપવામાં આવે છે. ત્યારબાદ અલગ અલગ તબક્કામાં ટ્રાન્ઝેક્શન કરીને રૂપિયા પડાવાય છે. આ ઉપરાંત યુવરાજસિંહે રેલવે રિક્રુટમેન્ટના નામે નકલી વેબસાઈટ પણ બનાવાઈ હોવાની ફરિયાદ કરી હતી. સાથે જ માગણી કરી કે આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે ત જરૂરી છે.

