રિપોર્ટ@ગુજરાત: વિદ્યાર્થીઓના મનમાં તેમની પરીક્ષાને લઈને ખૂબ જ તણાવ રહે છે. જાણો ચિંતાને કેવી રીતે દૂર કરવી ?
એક્સપર્ટે આપેલી ઉત્તમ સલાહ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વિદ્યાર્થીઓના મનમાં તેમની પરીક્ષાને લઈને ખૂબ જ તણાવ રહે છે. વિદ્યાર્થીઓના મનમાં સતત સવાલો ફરતાં રહે છે. અભ્યાસનું શેડ્યૂલ કેવી રીતે તૈયાર કરવું, પરીક્ષામાં સારા માર્ક્સ કેવી રીતે લાવવા, જેવી અનેક બાબતોને લઈને બાળકોમાં ખૂબ જ તણાવ રહે છે. આવી સ્થિતિમાં, બાળકોને એક્ઝામ ફોબિયા એટલે કે, પરિક્ષાનો ડર અને ચિંતા જેવી સમસ્યાઓ થવા લાગે છે.
ઘણીવાર બાળકો કેટલીક દવાઓ તેમજ નશો કરવાનું પણ ચાલુ કરી દેતા હોય છે. પરીક્ષા ટાણે બાળકોને પોતાનું મન શાંત રાખવાની જરૂર છે. બોર્ડની પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી જોઈએ, તે વિશે એક્સપર્ટે સલાહ આપી છે.
બાળકોએ અભ્યાસની સાથે કસરત પર પણ ધ્યાન આપવું
ડેપ્યુટી સીએમઓ ડો.ઓ.પી.ગૌતમ કહે છે કે, પરીક્ષા સમયે બાળકો પર અભ્યાસનો બોજ વધવા લાગે છે. આવી સ્થિતિમાં, પરીક્ષાના સમયે અભ્યાસ એકાગ્રતાથી કરવો જોઈએ. બાળકોને થોડી બાબતોનું ધ્યાન રાખવાની જરૂર છે. જેમાં તેઓએ અભ્યાસનો સમય નક્કી કરવાનો રહેશે. બાળકોએ અભ્યાસની સાથે સાથે થોડી કસરત પણ કરવી જોઈએ. ધ્યાન કરવું જોઈએ અને આઉટડોર રમતો રમવી જોઈએ. આઉટડોર ગેમ્સ બાળકોને માનસિક અને શારીરિક બંને વિકાસ તરફ દોરી જશે.
પરીક્ષા સમયે બાળકોએ ખાસ કરીને મોબાઈલથી અંતર રાખવું જોઈએ. મોબાઈલની લત બાળકોના મનની એકાગ્રતાને ખલેલ પહોંચાડી શકે છે. મોબાઈલ વધુ તણાવ આપી શકે છે. આવી સ્થિતિમાં, મોબાઇલ કરતાં કેટલીક આઉટડોર ગેમ્સ રમવી અને કસરત કરવી વધુ સારી છે.
બાળકોને શાકભાજી અને ફળો વધુ આરોગવા જોઈએ
બાળકો આ બે પદ્ધતિઓ અપનાવીને તેમના અભ્યાસના તણાવને સંપૂર્ણપણે દૂર કરી શકે છે, જેમાં ખોરાક અને ધ્યાન શામેલ છે. થોડો સમય કાઢીને, બાળકોએ આ વસ્તુ પર ધ્યાન આપવું જ જોઇએ.ઇન્ડોર ગેમ્સના બદલે આઉટ ડોર રમત રમવી જોઈએ, જેનાથી તેમનો શારીરિક અને માનસિક વિકાસ બંને સારી રીતે થઈ શકે.
બાળકોએ ભોજનની વિશેષ કાળજી રાખવી જોઈએ, જેનાથી એનર્જી લેવલ રહે છે. આ માટે બાળકોને શાકભાજી અને ફળો વધુ આરોગવા જોઈએ. વિટામિન-Cથી ભરપૂર વસ્તુઓ જેવી કે લીંબુ, સિઝનલ, નારંગી વગેરેનું સેવન બાળકોએ કરવું જોઈએ.