રિપોર્ટ@ગુજરાત: સુરતમાં 6 ઈંચ વરસાદ વરસ્યો, જળબંબાકારથી અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ
સુરતની 'સૂરત' બગડી
Jun 30, 2024, 15:47 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં ચોમાસાની શરૂવાત થઈ ગઈ છે. કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સુરત શહેરમાં મોડી રાતથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યાં છે. 12 વાગ્યાથી 2 વાગ્યા સુધીમાં સુરતમાં સરેરાશ છ ઈંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે.
મોડી રાતથી જ અનરાધાર વરસતા વરસાદથી શહેરના કતારગામ હાથીવાળા મંદિર વિસ્તાર, અખંડ આનંદ કોલેજની આસપાસ, વેડરોડ વિસ્તારમાં, ઉધના ગરનાળુ, અઠવા ગેટ, મજુરા ગેટ સિવિલ હોસ્પિટલ સહિતના વિસ્તારોમાં ભારે પાણીનો ભરાવો થયો છે. વેડરોડ વિસ્તારમાં તો પાર્ક કરેલી કારો પાણીમાં ડૂબે તેવી સ્થિતિ થઈ છે.
મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થતાં વાહનચાલકો અને લોકો મુશ્કેલીમાં મૂકાયા છે. આ સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં વધુ પાણી ભરાતા તંત્રએ રેસ્ક્યૂની કામગીરી શરૂ કરી છે. ભારે વરસાદને કારણે સુરતના જન-જીવન પર ભારે અસર જોવા મળી રહી છે.