રીપોર્ટ@ગુજરાત: "જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા" ની ઉક્તિને ડાંગ જિલ્લાના વિદ્યાર્થીઓએ સાર્થક કરી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સુબિર તાલુકાના વિવિધ ગામ અને ફળિયાઓમાં સઘન સફાઈ માટે ઝુંબેશ ચાલી રહી છે. જેમા સારી જનભાગીદારી પણ જોવા મળી રહી છે.સુબિર તાલુકાના મોખામાળ, કેશબંધ, કિરલી, બીલબારી અને લવચાલીની સરકારી પ્રાથમિક શાળાઓ અને હાઇસ્કુલ દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગંદકી દૂર કરવામાં આવી હતી.
"જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા" ની ઉક્તિને ડાંગ જિલ્લાના વિદ્યાર્થીઓએ સાર્થક કરી હતી. 'સ્વચ્છતા હી સેવા' સૂત્રને અનુસરી બાળકોને મહાશ્રમદાન કર્યું હતું. સમગ્ર રાજ્યમા સઘન સફાઈ અભિયાન વચ્ચે સુબિર તાલુકાના વિવિધ ગામોમાં “સ્વચ્છ ગ્રામ સુંદર ભારત”માં સંકલ્પ સાથે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
સ્વચ્છતા અભિયાન હેઠળ તબક્કાવાર આયોજનપૂર્વક વિવિધ વિસ્તારોમાંથી કચરો, ગંદકી દૂર કરીને આદિવાસી વિસ્તારને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. સુબિર તાલુકાના વિવિધ ગામ અને ફળિયાઓમાં સઘન સફાઈ માટે ઝુંબેશ ચાલી રહી છે. જેમા સારી જનભાગીદારી પણ જોવા મળી રહી છે.
સુબિર તાલુકાના મોખામાળ, કેશબંધ, કિરલી, બીલબારી અને લવચાલીની સરકારી પ્રાથમિક શાળાઓ અને હાઇસ્કુલ દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગંદકી દૂર કરવામાં આવી હતી. બાળકો દ્વારા શરૂ કરાયેલા સ્વચ્છતા અભિયાનમા શિક્ષકો, સાથી વિદ્યાર્થીઓ તેમજ અન્ય સ્ટાફે મળીને "સ્વચ્છતા એ જ સેવા"ના સૂત્રને સાર્થક કરવા પ્રયાસ કર્યો હતો. નકામો કચરો દૂર કરીને સમગ્ર વિસ્તારની કાયાપલટ કરાઈ હતી.