રિપોર્ટ@રાજકોટ: આજે જેઠ સુદ પૂનમના દિવસે ભગવાનની જળયાત્રા યોજાઈ

 જળયાત્રાનો અદભૂત નજારો

 
રિપોર્ટ@ગુજરાત: આજે જેઠ સુદ પૂનમના દિવસે ભગવાનની જળયાત્રા યોજાઈ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં દર વર્ષે  ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળતી હોય છે. આગામી 7 જુલાઈના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે. આજે જેઠ સુદ પૂનમના દિવસે ભગવાનની જળયાત્રા યોજાઈ છે. મિની રથયાત્રા કહેવાતી જળયાત્રા જમાલપુર જગન્નાથ મંદિરેથી સવારે 8 વાગ્યે વાજતે ગાજતે નીકળી છે. હાથી, બળદગાડા, બેન્ડવાજા સાથે સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરે વરઘોડા સ્વરૂપે નીકળી છે.

જળયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા છે. સાબરમતી નદી સોમનાથ ભુદરના આરે ગંગા પૂજન કર્યા બાદ 108 કળશમાં નદીનું જળ લાવી ભગવાનનો જળાભિષેક કરવામાં આવશે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પ.પૂ અવિચલદેવાચાર્યજી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યાં છે. તેમજ પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પણ જોડાયા છે.