રિપોર્ટ@ગુજરાત: UGVCL ના અધિક્ષક ઇજનેરને ACBએ 50000 લાંચ લેતા રંગેહાથ ઝડપ્યાં
એસીબીના છટકામાં ઝડપાઈ જવા પામ્યા
Feb 2, 2024, 10:43 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
UGVCL ના અધિક્ષક ઇજનેરને લાંચ લેતા ઝડપાયાના ઘટના સામે આવી છે. પાલનપુર વર્તુળ કચેરીના SE એટલે કે અધિક્ષક ઇજનેર સંજય રસિકલાલ પટેલે ટેન્ડર એપ્રુવ કરવાને લઈ 82 હજાર રુપિયાની માંગણી કરી હતી. જેને લઈ કોન્ટ્રાક્ટરે એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીએ આ માટે છટકુ ગોઠવ્યુ હતું.
મહેસાણા એસીબીએ કોન્ટ્રાક્ટરની ફરિયાદ આધારે પાલનપુર UGVCLની કચેરીમાં છટકાનું આયોજન કર્યુ હતું. જ્યાં 82 હજારની રકમ સામે 70 હજાર લાંચનું નક્કી કરવામાં આવ્યુ હતુ. જેમાંથી 50 હજાર રુપિયાની હાલમાં સગવડ હોઈ એ મુજબ લાંચ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. સંજય રસિકલાલ પટેલે પચાસ હજાર રુપિયાની રકમ હેતુલક્ષી વાતચીત કરીને સ્વિકારતા ઝડપી લેવામાં આવ્યા હતા. સંજય પટેલ નિવૃત્તિથી નજીક હતા અને ઈન્ચાર્જ તરીકે પદ સંભાળી રહ્યા હતા. જોકે આ દરમિયાન તેઓ એસીબીના છટકામાં ઝડપાઈ જવા પામ્યા હતા.