રિપોર્ટ@ગુજરાત: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસ ગુજરાત પ્રવાસે, જાણો વધુ વિગતે
ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમ ઉપસ્થિત રહેશે
Aug 18, 2024, 08:19 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કાર્યકર્તાઓ અવાર-નવાર ગુજરાતની મુલાકાત લેતા હોય છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસ ગુજરાત પ્રવાસે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમના સંસદીય ક્ષેત્રમાં ગાંધીનગર લોકસભા બેઠકમાં સમાવિષ્ટ ઘાટલોડિયા, નારણપુરા અને વેજલપુર વિધાનસભા વિકાસના કામો ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમ ઉપસ્થિત રહેશે.
જે અંતર્ગત તેમના સંસદીય ક્ષેત્રમાં ત્રણ વિધાનસભા બેઠકમાં સાત જેટલા વિવિધ કાર્યક્રમો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેવાના છે.
ત્યારે સવારે 9 વાગ્યે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઘાટલોડિયા વિધાનસભાના બેઠકમાં આવતા થલતેજ ખાતે ઓક્સિજન અને તળાવના લોકાર્પણ કરીને થલતેજ વાસીઓ માટે ખુલ્લું મૂકશે.
તેમજ વેજલપુર વિધાનસભા બેઠકમાં હરિયાળા લોકસભા અંતર્ગત મિશન મિલિયન ટ્રી અભિયાન અન્વયે મકરબા ખાતે વૃક્ષારોપણ કરશે.