રિપોર્ટ@ગુજરાત: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વડનગરની મુલાકાતે આવશે અને મોદીની 'પ્રેરણા’ સ્કૂલનું લોકાર્પણ કરશે
PMની જૂની શાળાના નવા પરિસરનું 72 કરોડના ખર્ચે નવીનીકરણ
Updated: Jan 15, 2025, 16:56 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 3 માટે ગુજરાતની મુલાકાતે આવેલ છે. ગુજરાતમાં તે કેટલાક કાર્યોનું લોકાર્પણના કાર્યક્રમ કરશે. આવતી કાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વડનગરની મુલાકાતે આવશે અને મોદીની 'પ્રેરણા’ સ્કૂલનું લોકાર્પણ કરશે. અમિત શાહ વડનગરમાં આકાર લઇ રહેલા મ્યુઝિયમની કામગીરીની સમીક્ષા કરશે અને ત્યાર બાદ પ્રેરણા સ્કૂલનું લોકાર્પણ કરશે.
PMની જૂની શાળાના નવા પરિસરનું 72 કરોડના ખર્ચે નવીનીકરણ કરશે. શાહની મુલાકાતને હવે એક જ દિવસ બાકી છે ત્યારે વડનગરમાં હાલ કેવો માહોલ છે એનો તાગ મેળવવા ટીમે વડનગરની મુલાકાત લીધી હતી.
અમિત શાહના આગમનને પગલે કેટલાક તૂટેલા રોડ, રસ્તાઓ ચકાચક કરી દેવામાં આવ્યા છે તો કેટલાંક સ્થળે કલરકામ ચાલુ હોવાનું જોવા મળ્યું હતું.