રિપોર્ટ@ગુજરાત: વંદે ભારત ટ્રેનના દરવાજા ના ખૂલતા મુસાફરો પરેશાન બન્યા
ટેક્નિકલ ખામી સર્જાતા એક કલાક બાદ દરવાજા ખૂલ્યા
Apr 29, 2024, 12:30 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. અમદાવાદથી મુંબઈ જતી વંદે ભારત ટ્રેન સુરત સ્ટેશન ઉપર સવારે પહોંચી હતી. વંદે ભારત ટ્રેન અંદાજે 8.20 વાગ્યે સુરત રેલવે સ્ટેશન ઉપર પહોંચતા મુસાફરો પોતાના કોચમાંથી બહાર જવા માટે ઊભા થયા હતા.
ટ્રેનના કોચના દરવાજા ખુલ્યા નહોતા. જેના કારણે મુસાફરો અંદર જ બેસી રહ્યા હતા. થોડીવાર માટે તો કોચમાં બેઠેલા મુસાફરો કંઈ સમજી શક્યા નહોતા. ત્યારબાદ રેલવે સ્ટાફ વંદે ભારત ટ્રેન પાસે પહોંચી ગયો હતો.
વંદે ભારત ટ્રેનના ટેક્નિકલ કારણોસર દરવાજા ખૂલ્યા નહોતા. આથી રેલવે વિભાગના એન્જિનિયર્સની ટીમ તાત્કાલિક દોડી આવી હતી અને તેમના દ્વારા ભારે જહેમત ઉઠાવ્યા બાદ ટ્રેનના દરવાજા મેન્યુઅલી ખોલવામાં સફળતા મળી હતી.