રિપોર્ટ@ગુજરાત: મહિલા પર ત્રણથી વધુ નરાધએ સામૂહિક દુષ્કર્મ આચર્યું

પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીઓને પકડવા ટીમો બનાવી તપાસ શરૂ કરી છે.
 
રિપોર્ટ@ગુજરાત: મહિલા પર ત્રણથી વધુ નરાધમો દ્વારા સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 
રાજ્યમાં ચોરી, લૂંટફાટ,  દુષ્કર્મનાગુનાઓ ખુબજ વધી ગયા છે. ફરી એકવાર દુષ્કર્મની ઘટના સામે આવી હતી. ઉના નજીક આવેલા કોસ્ટલ દરિયા કિનારે એક આધેડ મહિલા પર ત્રણથી વધુ શખસ દ્વારા સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. નરાધમોએ મહિલાના ગુપ્ત ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. જેના કારણે તેમની તબિયત લથડી હતી. હાલ મહિલાની હાલત ગંભીર હોવાથી તેમને વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીઓને પકડવા ટીમો બનાવી તપાસ શરૂ કરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ ઘટના ત્રણ દિવસ પહેલા કોસ્ટલ દરિયાકાંઠાના એક ગામમાં બની હતી. એકલી રહેતી મહિલાની એકલતાનો લાભ ઉઠાવી ત્રણથી વધુ શખસએ તેમને ફોસલાવીને લઈ ગયા હતા અને સામૂહિક રીતે દુષ્કર્મ આચર્યું હતું.