રિપોર્ટ@ગુજરાત: આજે પણ ઇન્ડિગોની રાત્રિના 12 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીમાં 25 ફ્લાઈટ કેન્સલ

ગઈકાલે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ એરપોર્ટ પર 155 ફ્લાઇટ રદ કરવામાં આવી હતી.
 
રિપોર્ટ@ગુજરાત: આજે પણ ઇન્ડિગોની રાત્રિના 12 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીમાં 25 ફ્લાઈટ કેન્સલ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

આજે પણ ઇન્ડિગોની રાત્રિના 12 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીમાં 25 ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટ પર રેલવે સ્ટેશન જેવી ભીડ, લોકોના રોષનો ઇન્ડિગો એરલાઈન્સ ભોગ બન્યું.

પાઇલટ્સ અને ક્રૂ-મેમ્બર્સની અછતને કારણે દેશની સૌથી મોટી એરલાઇનની કટોકટીનો આજે ચોથો દિવસ છે. ગઈકાલે ઇન્ડિગો એરલાઈન્સના CEO પીટર એલ્બર્સે સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરી મુસાફરોની માફી માગતા જણાવ્યું હતું કે, 15 ડિસે. સુધીમાં જેનું બુકિંગ છે, તેણે હાલાકી ભોગવવી પડી શકે છે. જોકે, ગઈકાલે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ એરપોર્ટ પર 155 ફ્લાઇટ રદ કરવામાં આવી હતી.

આજે પણ ઇન્ડિગોની રાત્રિના 12 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીમાં 25 ફ્લાઈટ કેન્સલ થઈ છે. જેમાં વડોદરા એરપોર્ટથી છ ફ્લાઈટ રદ થઈ છે. તો અમદાવાદ એરપોર્ટ પર રાત્રિના 12 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીમાં અરાઇવલ 7 અને ડીપાર્ચર 12 ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી છે. અન્ય ફ્લાઈટ પણ કેન્સલ થઈ શકે છે. (5 ડિસેમ્બરના સંપૂર્ણ સમાચાર માટે ક્લિક કરો)

પશ્ચિમ રેલવે દ્વારા હવે સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદથી દિલ્હી વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. સાબરમતીથી દિલ્હી સુધી આ ટ્રેન દોડાવવામાં આવશે.