રિપોર્ટ@ગુજરાત: હીરાસર એરપોર્ટના નબળા બાંધકામની પોલી ખૂલી, જાણો વધુ વિગતે
એક પણ વ્યક્તિને જાનહાનિ નથી થઈ.
Jun 29, 2024, 15:51 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. હીરાસર એરપોર્ટના નબળા બાંધકામની પોલી ખૂલી છે. દિલ્હી એરપોર્ટ બાદ રાજકોટમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસતા એરપોર્ટ પર પેસેન્જર પેસેજમાં આવેલી કેનોપી તૂટી ગઈ હતી. જો કે, નીચે કોઈ પેસેન્જર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. ઉલ્લેખનીય છે કે, રાજકોટ એરપોર્ટના ઉદઘાટનને એક વર્ષ પણ થયું નથી.
રાજકોટ હીરાસર એરપોર્ટ પર બનેલી ઘટનાને લઈ એરપોર્ટ ડિરેક્ટર દિગંત બહોરાએ ટેલિફોનિક નિવેદન આપતાં જણાવ્યું હતું કે, વરસાદના કારણે પાણી ભરાવાથી કેનોપી તૂટી પડી હતી. દુર્ઘટના ટેમ્પરરી ટર્મિનલની બહાર બની હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનામાં એક પણ વ્યક્તિને જાનહાનિ નથી થઈ.