રિપોર્ટ@ગુજરાત: અમદાવાદમાં રાજ્યનું બુર્જ ખલીફા એટલે કે સૌથી ઊંચું બિલ્ડીંગ બનશે, જાણો વધુ વિગતે

નવરત્ન ગ્રુપ દ્વારા દુનિયાને પણ ટક્કર મારે તેવી બિલ્ડિંગ તૈયાર કરવામાં આવશે.
 
રિપોર્ટ@ગુજરાત: અમદાવાદમાં રાજ્યનું બુર્જ ખલીફા એટલે કે સૌથી ઊંચું બિલ્ડીંગ બનશે, જાણો વધુ વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

અમદાવાદમાં રાજ્યનું બુર્જ ખલીફા એટલે કે સૌથી ઊંચું બિલ્ડીંગ બનવા જઈ રહ્યું છે. નવરત્ન ગુલમહોર પાર્ક પ્રોજેક્ટ દ્વારા લગભગ 162 મીટરની ઉંચાઈ અને 38 ફ્લોરની સૌથી ઊંચું બિલ્ડિંગ સેટેલાઇટ પોલીસ સ્ટેશન સામે બનવાની છે. આ અત્યાર સુધીનો પહેલો મિક્સ યુઝ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ છે. કારણ કે આ સૌથી ઊંચી બિલ્ડિંગમાં રિટેલ, કોમર્શિયલ અને રેસીડેન્સીયલ ત્રણેય ડિમાન્ડને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવશે.

દુનિયાના વિવિધ દેશમાં જે પ્રમાણેની બિલ્ડિંગ જોવા મળી રહી છે. તે પ્રકારની જ બિલ્ડિંગ હવે અમદાવાદમાં પણ જોવા મળશે. નવરત્ન ગ્રુપ દ્વારા દુનિયાને પણ ટક્કર મારે તેવી બિલ્ડિંગ તૈયાર કરવામાં આવશે.

આ અંગે નવરત્ન ગ્રુપના એમડી પ્રણવ શાહે જણાવ્યું હતું કે, જમીનના ભાવ વધી રહ્યા છે તે પ્રમાણે ઊંચી બિલ્ડીંગ પણ વધી રહી છે. જમીન કેટલા ફૂટના રોડ પર આવેલી છે તેના પરથી કોઈપણ બિલ્ડીંગની હાઈટ નક્કી થઈ રહી છે. જેથી હાઈ રાઈઝ અને એમાં પણ આઇકોનિક બિલ્ડિંગ બનાવવા માટે લોકો આકર્ષાઈ રહ્યા છે. હાઈરાઈઝ બિલ્ડિંગ અને આઇકોનિક બિલ્ડીંગનો ટ્રેન્ડ વધી રહ્યો છે.અમે અમારો મોલ તોડીને અમદાવાદને સારું બિલ્ડીંગ આપવા માટે જઈ રહ્યા છીએ.

પ્રણવ શાહે વધુમાં જણાવ્યું હતું કે, નવું કંઈક મળે તો લોકોને તે ગમતું હોય છે. યુવાનો દેશ અને દુનિયામાં ફરતા હોય છે. દુનિયાની ઊંચી બિલ્ડીંગોનો અનુભવ તે લોકો લઈ ચૂક્યા હોય છે. જેથી ઘર આંગણે જ દેશ અને દુનિયા જેવી બિલ્ડિંગ મળે તેવી લોકોની અપેક્ષા હોય છે, તેને મેચ કરવા પ્રયાસ કરીએ છીએ. ઊંચાઈ પર ચોખ્ખી હવા મળતી હોય છે, તેમજ હવા ઉજાસ પણ સારા રહેતા હોવાથી લોકો ઊંચાઈ પર રહેવાનું વધુ પસંદ કરી રહ્યા છે. તો ઘણા લોકો ઊંચાઈથી ડરતા પણ હોય છે. પરંતુ ઊંચી બિલ્ડીંગ બનાવતા સમયે તમામ બાબતોનું ચોક્કસથી ધ્યાન રાખવામાં આવતું હોય છે. નવા બિલ્ડિંગ કઈ રીતે બની શકે છે તે પણ લોકોને બતાવીશું. હાઈ રાઈઝ બિલ્ડિંગ બનાવવા માટે સ્ટ્રક્ચરલ કમિટીની એપ્રૂવલ ખૂબ જરૂરી હોય છે. આખા બિલ્ડિંગનું સ્ટ્રક્ચર મંજૂર કરાવવું જરૂરી છે. જે બાદ AMC અથવા AUDAમાંથી બિલ્ડિંગ પ્લાન એપ્રૂવલ લેવાનું હોય છે. જે બાદ રેરાની મંજૂરી લઈ વેચાણ શરૂ કરી શકાય છે.

CREDAI અમદાવાદના સેક્રેટરી અંકુર દેસાઈએ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે શહેરમાં 150 મીટર હાઇટથી વધુની બિલ્ડીંગ બની રહી છે. સિંધુભવન, આંબલી, બોપલ, થલતેજ અને શીલજ વિસ્તારમાં આવા ઉંચી બિલ્ડીંગના બનવાના પ્રોજેક્ટ આવવાના છે. કોમર્શિયલ અને રેસીડન્ટ બંને પ્રકારના પ્રોજેક્ટ બનશે. જે રીતે રિયલ એસ્ટેટમાં વિકાસ થઈ રહ્યો છે ત્યારે આ પ્રકારના પ્રોજેક્ટ મોટા શહેરોમાં આવવા જરૂરી છે.