રીપોર્ટ@હળવદ: પરણીતાએ સાસરિયાઓનો ત્રાસથી કંટાળી પોલીસ ફરિયાદ કરી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં પરણીતાને સાસરીમાં અત્યાચાર ,ત્રાસ,મારકૂટ ના બનાવો દિવસે-દિવસે વધતાજ જાય છે. પોલીસની સખત કાર્યવાહી કરવા છતાં લોકો મહિલાઓ પર અત્યાચાર ખરાબ વ્રતન કરે છે. હાલમાં એક બનાવ સામે આવ્યો છે. જેમાં એક મહિલાને તેના સાસરિય ત્રાસ આપતા હોય છે. સાસરિયાઓ ત્રાસ આપતા હોય જેમાં શંકાશીલ પતિ મારકૂટ કરતો તેમજ જેઠ-જેઠાણી નાની નાની બાબતે મેણા ટોણા મારી તેમજ અંધ શ્રદ્ધાળુ સાસુ ખોટા વહેમ કરી માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ નોંધાવી છે. મોરબી મહિલા પોલીસ મથકે પતિ, સાસુ-સસરા તેમજ જેઠ-જેઠાણી વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
હળવદના વેગડવાવ ગામની રહેવાસી શ્રદ્ધાબેન રાજાભાઈ સુવાણ આરોપીઓ નયનભાઈ શીવાભાઈ ભાડકા, શીવાભાઈ રાજાભાઈ ભાડકા, લક્ષ્મીબેન શીવાભાઈ ભાડકા, પરેશભાઈ શીવાભાઈ ભાડકા અને નીમુબેન પરેશભાઈ ભાડકા રહે બધા નવા દેવળિયા તા. હળવદ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે. ગત તા. ૧૩-૧૨-૨૦૧૫ ના રોજ નવા દેવળિયા ગામના નયન ભાડકા સાથે શ્રદ્ધાના લગ્ન થયા હતા અને ત્યારબાદ શ્રદ્ધા માવતરના ઘરે આશરે છ. વર્ષ આણું રોકાયેલ ગત તા. ૨૦-૦૫-૨૦૨૧ ના રોજ આણું પૂરું કરી સાસરે ગઈ હતી લગ્નબાદ તેઓ સંયુક્ત પરિવારમાં રહેતા હતા.
આશરે અગિયાર મહિના સારી રીતે રાખેલ બાદમાં પતિ નયન અને સસરા શીવાભાઈ તેમજ સાસુ લક્ષ્મીબેન, જેઠ પરેશભાઈ અને જેઠાણી નીમુબેન ઘરકામ બાબતે મેણા ટોણા મારી ત્રાસ આપતા. સાસરિયા વાળા પતિની ચડામણી કરતા પતિ પરિણીતા સાથે ઝઘડા કરી અવારનવાર મારકૂટ કરતો. પતિ ખોટા વહેમ શંકા કરતો. તેમજ સાસુ સસરા તે મારા દીકરાને ધતુરો ખવડાવી દીધો છે. એટલે ગાંડા કાઢે છે કહીને ખોટા વહેમ કરી શારીરિક અને માનસિક દુખ ત્રાસ આપતા હતા.
જેથી પરિણીતાએ તા. ૨૧-૦૪-૨૦૨૨ ના રોજ પપ્પાને ફોન કર્યો અને પપ્પા તેને તેડી ગયા હતા. પિતા સમાધાન માટે ગયેલ પરંતુ સાસરિયાઓ માતાજી માં માનતા હોય અને તેઓએ કહ્યું કે માતાજી ના પાડે છે. તેવા ખોટા વહેમ રાખી સરખો જવાબ આપ્યો નહિ જેથી સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મોરબી મહિલા પોલીસ સ્ટેશને આરોપી પતિ, સાસુ-સસરા અને જેઠ-જેઠાણી વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.