રીપોર્ટ@હળવદ: પોલીસે દારૂની હેરાફેરી કરનાર 2 ઈસમો અને રૂ.૩૫,૪૪૦નો મુદામાલ જપ્ત કર્યો
પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Oct 4, 2023, 15:27 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં દારૂના કેસ ખુબજ વધી ગયા છે. બનાવની મળતી વિગતો અનુસાર હળવદ પોલીસની ટીમ પેટ્રોલિગમાં હતી. એ સમયે આરોપી શેરમહમદ ઇબ્રાહીમભાઇ ભટ્ટી રૂ.૩૫,૦૦૦ની કિમતના મોટરસાયકલ રજી. નં. GJ-36-A-2953 પર નીકળતા પોલીસે તેને અટકાવ્યો હતો. તેની તલાશી લેતા તેની પાસેથી રૂ.૪૪૦ની કિમતની વિદેશી દારૂની ૩ બોટલો મળી આવી હતી. આરોપી શેરમહમદએ કબૂલાત આપી હતી કે તે આ દારૂનો જથ્થો ચરાડવા કે.ટી.મીલ પાસે રહેતા આરોપી સદામ ગુલમહમદ ભટ્ટીને વેચાણ કરવા જતો હતો.
જેથી પોલીસે દારૂ અને મોટરસાયકલ સહીત કુલ રૂ.૩૫,૪૪૦નો મુદામાલ જપ્ત કર્યો હતો અને બન્ને આરોપીએને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.