રિપોર્ટ@ગુજરાત: ગેંગરેપના આરોપીને પકડવા દિલધડક ઓપરેશન, જાણો વધુ વિગતે
અમદાવાદથી ઉપડેલી ટ્રેનમાં ટાંપીને બેઠા હતા 300 પોલીસકર્મી, માફી માગવા અજમેર દરગાહ જવા નીકળ્યો ને દબોચાયો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં દુષ્કર્મના ગુનાઓ ખુબજ વધી ગયા છે. નવરાત્રી દરમિયાન 2 દુષ્કર્મના બનાવો સામે આવ્યા હતા. સુરતના માંગરોળના મોટા બોરસરાની સીમમાં 8 ઓક્ટોબરે સગીરા પર ગેંગરેપ થયો હતો. ત્યાર બાદ પોલીસે તાત્કાલિક ત્રણેય પરપ્રાંતીય આરોપીની ઓળખ કરી લીધી હતી. ત્યાર બાદ આરોપીોને પકડવા પોલીસ માંડવીના તડકેશ્વર પહોંચી હતી. જ્યાં ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે ફાયરિંગ કર્યું હતું અને અંતે શિવશંકર ચૌરસિયા અને મુન્ના કરબલી પાસવાન ઝડપાઈ ગયા હતા. પરંતુ રાજુ નામનો આરોપી ભાગી છૂટ્યો હતો. જેને અમદાવાદ રેલવે પોલીસે આજે ઝડપી લીધો છે.
જો કે ગેંગરેપના આરોપી રામ સજીવન ઉર્ફે રાજુ રામસભત વિશ્વકર્મા રાજસ્થાન જઈ રહ્યો હતો ત્યારે અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન પરની ટ્રેનમાંથી ઝડપી લેવાયો હતો. છે. આરોપી વડોદરાથી ટ્રેનમાં બેઠો હતો જે અજમેર શરીફની દરગાહ પર માફી માગવા જઈ રહ્યો હતો.
9 ઓક્ટોબરે રાત્રે 10 વાગ્યા આસપાસ ભાગી છૂટેલો રાજુ 11 ઓક્ટોબરની સવારે 8 વાગ્યા આસપાસ ઝડપાયો છે. પોલીસને થાપ આપીને ભાગી છૂટેલા રાજુને પકડવા માટે અમદાવાદના 300 પોલીસકર્મીઓએ દિલધડક ઓપરેશન કર્યું હતું. સતત લોકેશન બદલતા રાજુને ભોં ભેગો કરવા માટે પોલીસની ટીમ અગાઉથી તૈયાર જ હતી અને ટાંપીને બેઠી હતી કે, જેવો એ દેખાય તે સાથે જ તેને દબોચી લેવો.