રિપોર્ટ@ગુજરાત: 3 દિવસ બાદ રાજ્યમાં ગરમીનું જોર ફરી વધશે, જાણો વધુ વિગતે
થોડા દિવસની રાહત બાદ ફરી એકવાર ગરમીનો પારો ઊંચકાયો છે. હવામાન વિભાગે પણ ભારે ગરમીની આગાહી કરી છે.
Mar 20, 2025, 09:57 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ઉનાળાની ઋતુની શરૂવાત થઇ ગઈ છે. ઉનાળાની શરૂઆત થતાં જ કેટલાક વિસ્તારમાં પ્રચંડ ગરમીની શરૂઆત થઈ ગઈ છે. થોડા દિવસની રાહત બાદ ફરી એકવાર ગરમીનો પારો ઊંચકાયો છે. હવામાન વિભાગે પણ ભારે ગરમીની આગાહી કરી છે.
3 દિવસ બાદ રાજ્યમાં ગરમીનું જોર ફરી વધશે. ગુજરાતમાં 3 દિવસ બાદ ગરમીનું જોર વધશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. પવનોની દિશા બદલાતા 22 માર્ચથી ગરમીનું જોર વધશે.
19થી 21 માર્ચ સુધી મહત્તમ તાપમાન 1થી 2 ડિગ્રી વધ-ઘટ થશે. 22 માર્ચથી મહત્તમ તાપમાન 2થી 3 ડિગ્રીનો વધારો થશે. અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 36થી 37 ડિગ્રી રહેશે.