રિપોર્ટ@ઊંઝા: વહેલી સવારથી પવન સાથે ધોમધાર વરસાદ શરૂ થયો, જાણો વધુ વિગતે
રાજ્યમાં છૂટાછવાયાં સ્થળોએ વરસાદની આગાહી કરવામાં આવી હતી.
Oct 25, 2025, 12:08 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ રાજ્યમાં છૂટાછવાયાં સ્થળોએ વરસાદની આગાહી કરવામાં આવી હતી. 27 ઓક્ટોબર સુધી રાજ્યમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે.આજે ઊંઝા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. પવન સાથે ધોમધાર વરસાદ શરૂ થયો હતો.
ભારે વરસાદને પગલે રોડ પર પાણી ભરાઈ ગયાં હતાં. વરસાદને પગલે વાતવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. આ અણધાર્યા વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. ખેતરમાં રહેલા પાકને નુકસાન થવાની ભીતિ ધરતીપુત્રોમાં જોવા મળી રહી છે.

