રિપોર્ટ@ગુજરાત: ગીર સોમનાથમાં અનરાધાર વરસાદથી નદીઓમાં ઘોડાપૂર આવ્યાં
વરસાદથી નદીઓમાં ઘોડાપૂર આવ્યાં
Jul 19, 2024, 17:11 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અતિભારે આગાહી વચ્ચે ગુજરાતમાં વરસાદ વરસ્યો. ગીર સોમનાથમાં અનરાધાર વરસાદથી નદીઓમાં ઘોડાપૂર આવ્યાં છે. ગાંડીતૂર બનેલી સરસ્વતી નદીના વહેતા પ્રવાહમાં સીદી યુવાનોએ કૂદકા માર્યા તો ત્રિવેણી સંગમ ઘાટ પાણીમાં ગરકાવ થયો છે.
જ્યારે વેરાવળ અને દ્વારકામાં વરસાદે વિનાશ વેર્યો છે. દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં આજે સવારે 6 વાગ્યાથી 4 વાગ્યા સુધીમાં 94 તાલુકામાં વરસાદ નોંધાયો છે.