રિપોર્ટ@ગુજરાત: રાજ્યમાં આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી, ગરબાના આયોજકો અને ખેલૈયાની ચિંતામાં વધારો

ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
 
રિપોર્ટ@ગુજરાત: રાજ્યમાં આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી, ગરબાના આયોજકો અને ખેલૈયાની ચિંતામાં વધારો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

આજથી પવિત્ર નવરાત્રિના તહેવારની  શરૂઆત થઈ છે. નવ દિવસ સુધી આ તહેવાર ધૂમધામથી ઉજવવામાં આવે છે. ખેલૈયા નવ દિવસ સુધી ગરબા રમીને આ તહેવારની ઉજવણી કરે છે. ગુજરાતમાં મેઘરાજાએ ફરી એકવાર માહોલ બનાવ્યો છે. હવામાન વિભાગે 22મી સપ્ટેમ્બરે પહેલા નોરતાના દિવસે દક્ષિણ ગુજરાતના 6 જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે.

ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે પણ રાજ્યના અનેક વિસ્તારો ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદ નોંધાયો છે, જેના કારણે ગરબાના આયોજકો અને ખેલૈયાની ચિંતામાં વધારો થયો છે.

હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક દરમિયાન થન્ડરસ્ટ્રોમની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું હતું કે, 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. 2025નું ચોમાસુ તેના અંતિમ ચરણમાં છે ત્યારે બંગાળની ખાડીમાં એક સાઇકલોનિક સર્ક્યુલેશન બનવા જઈ રહ્યું છે, જેના કારણે નવરાત્રિ પર ભારે વરસાદ પડવાની સંભાવના છે.