રિપોર્ટ@ગુજરાત: જૂનાગઢમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઇ, કેટલો વરસ્યો વરસાદ ?

વરસાદની ધમાકેદાર એન્ટ્રી
 
વરસાદ આગાહી 2

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં ચોમાસાની શરૂવાત કેટલાક દિવસોથી થઇ ગઈ છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. વરસાદના કારણે લોકો ખુશખુશાલ થયા છે. રાજ્યમાં ચોમાસાની વહેલી અને ધીમી શરૂઆત બાદ હવે મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે.

જૂનાગઢમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો. કોડીનારમાં બે કલાકમાં બે ઈંચ વરસાદ નોઁધાયો.

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના 18 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે.