રિપોર્ટ@રાજકોટ: સરકારી જગ્યા પર ગેરકાયદેસર બનાવેલા 70 ઝૂપડા હટાવાયા

મવડીમાં 70 ઝૂપડાનુ દબાણ હટાવાયું
 
રિપોર્ટ@રાજકોટ: સરકારી જગ્યા પર ગેરકાયદેસર બનાવેલા 70 ઝૂપડા હટાવાયા 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. રાજકોટ શહેર દક્ષિણ મામલતદાર કચેરીના સર્કલ ઓફીસર અજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, મવડી પોલિસ હેડ ક્વાર્ટર પાસેના વોકળા નજીક 70 જેટલાં ગેરકાયદેસર ઝૂપડા આવેલા હતા. સરકારી જગ્યા પર ગેરકાયદેસર દબાણ સ્વરૂપ આ ઝૂપડા હટાવવા માટે ગઇકાલે અહીં ઝૂપડામાં રહેતાં લોકોને જાણ કરવામાં આવી હતી.

જેથી આજ સાંજ સુધીમાં ઝૂંપડાઓ સ્વેચ્છાએ હટાવી દેવામાં આવશે અને ત્યારબાદ બુલડોઝર ફેરવી સરકારી જગ્યા ખાલી કરાવવામાં આવશે.તેમણે જણાવ્યું હતું કે, અહીં આવેલ 70 જેટલાં ઝૂપડા 3000 વારમાં બનાવવામાં આવેલા હતા. જેની અંદાજિત કિંમત રૂ. 15 કરોડ જેટલી થાય છે. રાજકોટ દક્ષિણ મામલતદાર કચેરી દ્વારા કોઈપણ જગ્યાએ ગેરકાયદેસર ઝૂપડા કે બાંધકામો ખડકી દેવાયા હોવાનું ધ્યાને આવે છે, ત્યારે સરકારી જગ્યાઓ ઉપર દબાણરૂપ બાંધકામો હટાવવા માટેની કામગીરી કરવામાં આવે છે.

દક્ષિણ મામલતદાર જે. વી. કાકડીયાની સૂચનાથી રાજકોટ શહેર દક્ષિણના મવડી ગામના સરવે નંબર 1940માં પોલીસ હેડ ક્વાર્ટર પાસે આવેલ સરકારી ખરાબની જગ્યામાં મજૂર પરિવારો દ્વારા અંદાજિત 60થી 70 ઝૂંપડાઓ બનાવી દબાણ કરવામાં આવ્યું હતું. જેથી તેઓને દબાણવાળી જગ્યા ખુલી કરવા સમજૂતી કરતા તેઓ સમજૂતી થઈ સ્વેચ્છાએ સવાલવાળી જમીન ખુલી કરવા જણાવ્યું હતું. જેમાં અંદાજિત 30થી 32 ઝૂંપડાઓ ખુલ્લા કરવામાં આવ્યા હતા અને 1000 ચોરસ મીટર જેટલી જગ્યા ખુલી કરવામાં આવી છે. જ્યારે બાકીના દબાણદારોએ આજ સાંજ સુધીમા પોતાના દબાણવાળી જગ્યા ખુલી કરવાની બાંહેધરી આપેલી છે.