રિપોર્ટ@અમદાવાદ: ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચેનો વિરોધ હિંસાના સ્વરૂપ સુધી પહોચ્યો, એકબીજા પર પથ્થરમારો કર્યો

એકબીજા પર પથ્થરમારો કર્યો
 
રિપોર્ટ@ગુજરાત: અમદાવાદમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચેનો વિરોધ હિંસાના સ્વરૂપ સુધી પહોચ્યો, એકબીજા પર પથ્થરમારો કર્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં વિરોધની કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. અમદાવાદમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે વિરોધ જોવા મળ્યો છે. અમદાવાદમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચેનો વિરોધ હિંસાના સ્વરૂપ સુધી પહોંચી ગયો.

કૉંગ્રેસ કાર્યાલય બહાર ભાજપ-કોંગ્રેસ કાર્યકરોએ એકબીજા પર પથ્થરમારો કર્યો અને ભારે ઘર્ષણના દૃશ્યો સર્જાયા.

ટોળાને છૂટું પાડવા માટે પોલીસને લાઠી ચાર્જ કરવો પડ્યો અને પથ્થરમારો કરનારા કાર્યકરોને પોલીસે ટીંગાટોળી કરીને ગાડીમાં બેસાડી દીધા. હિંસક વિરોધમાં બન્ને પક્ષના કેટલાક કાર્યકરો અને પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા છે.