રિપોર્ટ@વડોદરા: દિવસે ગરમી બાદ સાંજે ઝાપટું પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી

સાંજ પડતા જ ઝાપટું પડતાં ઠંડક પ્રસરી હતી, જેમાં દિવસનું તાપમાન 1 ડિગ્રી જેટલું ઘટી ગયું હતું.
 
વરસાદ આગાહી 5

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે. રાજ્યમાં ભારે વરસાદ વરસ્યા બાદ મેઘરાજાએ થોડા દિવસ વિરામ લઇ રહ્યા છે. શહેરમાં  દિવસે દરમિયાન વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝાપટાં વરસ્યાં હતાં. ત્યારબાદ બપોરે તડકો રહ્યો હતો. જોકે સાંજ પડતા જ ઝાપટું પડતાં ઠંડક પ્રસરી હતી.

જેમાં દિવસનું તાપમાન 1 ડિગ્રી જેટલું ઘટી ગયું હતું. જ્યારે વાદળોને કારણે શુક્રવારે રાતનો પારો 1.6 ડિગ્રી ઘટી ગયો હતો. શહેરમાં 7 દિવસ ઝાપટાં પડવાની આગાહી છે. ભાદરવાની ગરમીનો અનુભવ થશે. ઉલ્લેખનિય છે કે, આગામી દિવસોમાં ભારે વરસાદની સંભાવનાથી આજવામાંથી પાણી છોડાયું હતું.

હાલ આજવાની સપાટી 211.52 ફૂટ અને વિશ્વામિત્રી 7.51 ફૂટ છે. હવામાન વિભાગ અનુસાર, શનિવારે મહત્તમ 32.6 ડિગ્રી અને લઘુતમ પારો 24.6 ડિગ્રી નોંધાયો હતો. ભેજનું પ્રમાણ સવારે 84 ટકા અને સાંજે 74 ટકા નોંધાયું હતું. 7 કિમીની ઝડપે પવનો ફૂંકાયા હતા. નોંધનીય છે કે, ચોમાસામાં વડોદરાનો સરેરાશ વરસાદ 42.24 ઈંચ છે, જેની સામે ચાલુ વર્ષે 58.30 ઈંચ વરસાદ વરસ્યો છે. આમ 138 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.