રિપોર્ટ@ગુજરાત: હોળીના તહેવાર પર ચાઈનીઝ પિચકારીના બદલે ભારતીય બનાવટની અવનવી વેરાઈટીઓ બજારમાં ધૂમ મચાવી

ચાઈનીઝ વસ્તુઓની ખરીદી ટાળી
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં તહેવારની તૈયારીઓ ચાલી રહી છે. બજારોમાં તહેવારોની ખરીદી  જોરોથી  લોકો કરી રહ્યા છે.  રંગોનો તહેવાર એટલે હોળી... તમામ પ્રકારના રાગદ્વેષ, દુશ્મની ભૂલી લોકો હોળીના પાવન પર્વની હર્ષો ઉલ્લાસથી ઉજવણી કરે છે. આ વર્ષે હોળીના તહેવાર પર ચાઈનીઝ પિચકારીના બદલે ભારતીય બનાવટની અવનવી વેરાઈટીઓ બજારમાં ધૂમ મચાવી રહી છે. રવિવારે હોળી અને સોમવારે ધુળેટી છે ત્યારે આ પાવન પર્વની ઉજવણી માટે લોકો બજારમાં અવનવા કલર અને પિચકારીમાં વેરાઈટીઓની ખરીદી કરી રહ્યા છે. હોળીની ઉજવણીમાં પરંપરાગત રીતે લોકો ચીજ વસ્તુઓ લેતા જોવા મળી રહ્યા છે. તો આ વર્ષે હોળીની પિચકારીઓમાં અવનવી વેરાઈટીઓ બજારમાં જોવા મળી રહી છે જેમાં ખાસ કરીને ઈલેક્ટ્રીક ગન લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે તો બીજી તરફ આ વર્ષે કલરમાં હર્બલ કલર એક અલગ પ્રકારના ગિફ્ટ પેકિંગમાં વેચાઈ રહ્યા છે.

ચાઈનીઝ વસ્તુઓની ખરીદી ટાળી લોકો ભારતીય બનાવટની વસ્તુઓ તરફ વળી રહ્યા છે. ત્યારે આ વર્ષે હોળીના તહેવાર પર ભારતીય બનાવટની પિચકારીઓ બજારમાં જોવા મળી રહી છે અને લોકોમાં પણ ભારતીય બનાવટની પિચકારીઓને લઈ તહેવારની ઉજવણીમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ખાસ કરીને રૂ 200 થી લઈ રૂ 2000 સુધીની પિચકારીઓ બજારમાં વેચાઈ રહી છે જેમાં છોટાભીમ, ડોરેમોન, ઈસરો, પબજી, બાર્બી ડોલ, ગેનમેન, સ્પાઇડર મેન ટેન્ક, તેવી વિવિધ પ્રકારની પિચકારીઓની બજારમાં જોવા મળી રહી છે. જેમાં પણ ખાસ કરીને ઈલેક્ટ્રીક ગન લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. તો બીજી તરફ કલરમાં પણ આ વર્ષે અવનવી વેરાઈટીઓ જોવા મળી છે, જેમાં ફોમ કલર ખૂબ જ વેચાઈ રહ્યા છે.  જૂનાગઢની બજારમાં ગ્રાહકો અને વેપારીઓ સાથે ખાસવાતચી કરી છે. જેમાં ગ્રાહકોએ જણાવ્યું હતું કે, આ વર્ષે પિચકારીઓના ભાવમાં 30 ટકા વધારો જોવા મળી રહ્યો છે, પરંતુ ભારતીય બનાવટની પિચકારીઓ લેવામાં અમને ગર્વ અનુભવાય છે.

વાતચીતમાં દુકાનદાર સાગર કટારીયાએ જણાવ્યું હતું કે, અમે આઝાદ ચોક પોસ્ટ ઓફિસ ખાતે છેલ્લા આ સમયથી સિઝનેબલ વેપાર કરીએ છીએ. આ વર્ષે હોળીમાં પિચકારીઓ ઘણી અવનવી વેરાઈટીઓ આવી છે. પહેલા ચાઇનાની પિચકારીઓ અને વસ્તુઓ બજારમાં વહેંચાતી હતી, પરંતુ આ વર્ષે મેડ ઈન ઈન્ડિયાની પિચકારીઓ બજારમાં આવી છે. આ વર્ષે બજારમાં લગભગ બધી પિચકારીઓ ભારતીય બનાવટની જોવા મળી રહી છે. આ વર્ષે ખાસ પિચકારીમાં ઈલેક્ટ્રીક ગન આકર્ષણનું કેન્દ્ર બની છે. તેમજ હર્બલ કલર અને સ્પ્રે પણ બજારમાં જોવા મળી રહ્યા છે. આ વર્ષે હોળીના તહેવારમાં હર્બલ કલર ગિફ્ટ પેકિંગમાં જોવા મળી રહ્યા છે. રંગોના તહેવારમાં સગા સંબંધી કે મિત્રોને ભેટ આપવા માટે હર્બલ કલરનું ગિફ્ટ પેકિંગ બજારમાં આકર્ષણ નું કેન્દ્ર બન્યું છે. આ હર્બલ કલરથી સ્વાસ્થ્યને કે ચામડીને કંઈ પણ નુકસાન થતું નથી.


દુકાનદાર સાગર કટારીયા વધુમાં જણાવે છે કે, આ વર્ષે પિચકારીઓમાં ઘણી અવનવી વેરાયટીઓ આવી છે. તો બીજી તરફ વસ્તુઓના ભાવમાં પણ 30 ટકા જેટલો વધારો જોવા મળી રહ્યો છે. તેમ છતાં લોકો પોતાની જરૂરિયાત પ્રમાણે ખરીદી કરી રહ્યા છે. બજારમાં જે કલર વેચાઈ રહ્યા છે તે તમામ ઓર્ગેનિક કલરો હોય છે જેનાથી સ્કીનને પણ કોઈ નુકસાન થતું નથી અને કપડા પર રંગ છાંટ્યા બાદ પણ સહેલાઈથી નીકળી જાય છે. આ હર્બલ કલરના કારણે પાણીનો પણ બચાવ થશે. આ વર્ષે પર્યાવરણને ધ્યાનમાં રાખીને સૌ ઉજવણી સૌ કરશે.


પોતાની વાત આગળ વધારતાં સાગર કટારીયા જણાવે છે કે, આ વર્ષે ત્રણથી ચાર પ્રકારના હર્બલ કલર બજારમાં વેચાઈ રહ્યા છે. જેમાં દરેક હર્બલ કલરમાં અલગ અલગ પ્રકારના પેકિંગમાં આ કલરો બજારમાં ઉપલબ્ધ છે. આ હર્બલ કલરનો ભાવ 200 થી લઈ 400 રૂપિયા સુધીનો બજારમાં છે. તેમજ અમારી પાસે 20 રૂપિયાથી માંડીને 1500 થી રુપિયા 2,000 સુધીની પિચકારીઓ મળે છે. જૂનાગઢની જનતા હિન્દુ મુસ્લિમના ભાઈજારા સાથે તમામ તહેવારોની ઉજવણી કરે છે.


વાતચીતમાં ગ્રાહક નીલુબા ચુડાસમાએ જણાવ્યું હતું કે, હું અહીં હોળીની ખરીદી કરવા માટે આવી છું. આ વર્ષે બધી વસ્તુઓ ભારતીય બનાવટની બજારમાં વેચાય છે. જેને લઇ આ વર્ષે ખરીદી કરવાની ખૂબ જ મજા આવી રહી છે. આ વર્ષે બજારમાં રંગો પણ ઓર્ગેનિક અને હર્બલ મળી રહ્યા છે. આ કલરથી લોકોને કોઈપણ પ્રકારનું નુકસાન પણ નથી થતું. હિન્દુ મુસ્લિમ સૌ ભાઈચારાથી અહીં તમામ તહેવારની ઉજવણી કરે છે. આ વર્ષે ઘણી અવનવી પિચકારીઓ પણ બજારમાં આવી છે. જેમાં અલગ અલગ પ્રકારની ગન, ફુગ્ગાઓ, ગિફ્ટ પેકિંગમાં હર્બલ કલર જોવા મળતી રહ્યા છે. તેમજ આ વર્ષે ઇલેક્ટ્રોનિક ગન પણ જોવા મળી રહી છે.